સ્કોર્પિયો કારમાં દારૃ પીને ફરવા નીકળેલા ત્રણ મિત્રો ઝડપાયા

પોલીસે ત્રણેય સામે અલગ - અલગ ગુનો દાખલ કર્યો

Updated: Apr 20th, 2024


Google NewsGoogle News

 સ્કોર્પિયો કારમાં દારૃ પીને ફરવા નીકળેલા ત્રણ મિત્રો ઝડપાયા 1 - imageવડોદરા,નાઇટ પેટ્રોલિંગ દરમિયાન વારસિયા પોલીસે સ્કોર્પિયો કારના નશેબાજ ચાલક અને તેના બે મિત્રોને ઝડપી પાડી કાર કબજે લઇ ગુનો દાખલ કર્યો હતો.

વારસિયા  પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન શિવ વાટિકા  પાસેથી એક સ્કોર્પિયો કાર પૂરઝડપે આવતા પોલીસને શંકા જતા કાર ઉભી રખાવી હતી.  પોલીસે સ્કોર્પિયો કારના ચાલકને નીચે ઉતારી પૂછતા તેનું નામ રાહુલ અશ્વિનભાઇ બારોટ ( રહે. વુડાના મકાનમાં, કિશનવાડી) તથા કારમાં બેસેલા અન્ય બે વ્યક્તિઓના નામ રાજવીરસિંહ અજીતસિંહ ઠાકોર ( રહે. નિધિ  ફ્લેટ, વિજય નગર, હરણી) તથા ધર્મેન્દ્ર નરેન્દ્રભાઇ મોહિતે (  રહે. શિરડી નગર, વારસિયા) હોવાનું જાણવા મળ્યું હતું.  ત્રણેય વ્યક્તિઓને પોલીસે ચલાવતા તેઓ લથડિયા ખાતા હતા. તેમજ શરીરનું સમતોલ  પણ સાચવી શકતા નહતા. જેથી, પોલીસે કાર ચાલક અને તેના બે મિત્રો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News