સમા-સાવલી રોડ પર પોલીસ અને કાર વચ્ચે રેસઃ કારમાંથી દારૃ પીધેલા ત્રણ મિત્રો પકડાયા

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
સમા-સાવલી રોડ પર પોલીસ અને કાર વચ્ચે રેસઃ કારમાંથી દારૃ પીધેલા ત્રણ મિત્રો પકડાયા 1 - image

વડોદરાઃ સમા-સાવલી રોડ પર આજે પરોઢિયે પોલીસે એક કારનો પીછો કરી તપાસ કરતાં અંદરથી દારૃના નશામાં ત્રણ મિત્રો મળી આવ્યા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે,સમા-સાવલી રોડ પર એક કાર વાંકીચૂકી અને પૂર ઝડપે આવી રહી હોવાથી પોલીસને શંકા પડી હતી.પોલીસે કારને અટકાવતાં ચાલકે કાર દોડાવી દીધી હતી.જેથી પોલીસે બીજી પોલીસ વાનની મદદ લેતાં રીયા પાર્ટી પ્લોટ પાસે કારને આંતરી હતી.

પોલીસે કારમાં તપાસ કરતાં ત્રણ યુવકો દારૃના નશામાં મળી આવ્યા હતા. પકડાયેલાઓમાં કાર ચાલક શ્રીનાથ રિતેષ ભાઇ શાહ(વૃન્દાવન ટાઉનશિપ,હરણી રોડ), નૃપેશ સૂર્યકાન્તભાઇ જોષી(ઇશ્વર શાંતિ સોસાયટી,કારેલીબાગ) અને અર્પિત દિપક ભાઇ દેસાઇ(અવિનાશ સોસાયટી,સંગમ ચારરસ્તા પાસે,હરણીરોડ)નો સમાવેશ થાય છે.


Google NewsGoogle News