ગોલ્ડન ચોકડી પાસે ટ્રાફિક પોલીસ અને ફાયર બ્રિગેડ ના જવાનો સાથે નશામાં ધૂત ત્રણ યુવકોની મારામારી

Updated: Dec 8th, 2023


Google NewsGoogle News
ગોલ્ડન ચોકડી પાસે ટ્રાફિક પોલીસ અને ફાયર બ્રિગેડ ના જવાનો સાથે નશામાં ધૂત ત્રણ યુવકોની મારામારી 1 - image


Image Source: Freepik

એક યુવકે તો હુ ગૃહમંત્રીનો પીએ છુ તમારી કાલે બદલી કરાવી નાખીશ તેવી ધમકી આપી

વડોદરા, તા. 08 ડિસેમ્બર 2023 શુક્રવાર

વડોદરા શહેરના ગોલ્ડન ચોકડી પાસે રોડ પર ઉભા રહીને વાતો કરતા શખ્સોને સાઇડ પર ઉભા રહેવાનું ટ્રાફિકના હેડ કોન્સ્ટેબલ તથા ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે મારામારી કરી હતી. ઉપરાંત બ્રિગેડના જવાનો રોડ પર પછાડ્યો હતો. તમે ટ્રાફિકવાળા છો કોઇ લેવા દેવા નથી  તમ કહી ગાળો આપી હતી. ઉપરાંત એક યુવકે તો હુ ગૃહમંત્રીનો પીએ છુ તમારી કાલે બદલી કરાવી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી પોલીસેમાં નશામાં ધૂત ત્રણ શખ્સોને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.  

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ પૂર્વ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નવીનચંન્દ્ર મથુરભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે મે ટ્રાફીક બ્રિગેડના ડ્રાઇવર જ્યોતીષકુમાર પાઉલભાઈ પરમાર  સાથે ગુરુવારે રાત્રીના સમયે  સ્પિડ ગન વન મોબાઇલમાં ઇંચાર્જ તરીકે ફરજ ઉપર પુર્વ વિ સ્તારમાં પેટ્રોલીંગમાં હતા.પેટ્રોલીંગ દરમિયાન રાત્રીના આશરે પોણા બે વાગ્યાના અરસામાં ગોલ્ડન ચોકડી ને.હા.નં.૪૮ ના સર્વીસ રોડ ઉપર આવેલ પારસ ઢાબા પાસે આવતા બે શખ્સો રોડ ઉપર વચ્ચે ઉભા રહ્યા હતા. જેથી અમે અમારી ગાડી રોકી તેઓને સાઇડમાં ઉભા રહી વાતો કરવાનુ જણાવતા તેઓ અમારી ગાડી પાસે આવી તમે કેમ અહીયા આવો છો તેમ કહેતા તેઓ નશો કરેલી હાલતમાં જણાયા હતા. તેઓને આ બાબતે કહેવા જતા અમારી ઉપર ઉશેકેરાઇ ગયા હતા અને અમને જણાવ્યું હતું કે, તમે ટ્રાફીકવાળા છો તમારે કોઇ લેવા દેવા નથી તેમ કહ્યું હતું ઉપરાંત તેઓ બે પૈકી એક વરૂણ પટેલ ડ્રાઇવર સાથે મારા મારી ઝપાઝપી કરી ડ્રાઇવરને રોડ ઉપર પકડીને પછાડ્યો હતો. જેથી મે છોડાવવા પડતા મારી સાથે પણ છુટા હાથથી મારા મારી કરી ગમેતેવી બિભત્સ ગાળો આપતા હતા. દરમિયાન વરૂણ પટેલએ જણાવેલ કે, હું ગ્રુહ મંત્રીનો પી.એ. છુ હું તમારી કાલે બદલી કરાવી દઇશ તેવી ધમકી આપવા લાગ્યો હતો. જેથી પકડવા જતા તેઓ ગાડીમાં બેસી ભાગી ગયા હતા. તેઓનો  પીછો કરી પકડવા જતા તેઓએ બીજી બે ત્રણ ગાડીઓ પાછળ પીછો કરવા લાગતા અમે સીટી કે ટ્રોલ રૂમાં રાત્રીના સવા બે એક વાગ્યાના વાયરલેશ મેસેજથી જાણ કરતા હરણીની મોબાઇલ તથા પી.સી.આર આવી ગયા હતા અને ત્રણ શખ્સો વરૂણ નારાયણભાઇ ૫ ટેલ રહે.દરજીપુરા ગામ વડોદરા શહેર, આકાશભાઈ સુરેશભાઈ પટેલ રહે.હરણી ગામ મોટુ ફળીયુ વડોદરા શહેર અને પિનાકભાઇ વિનેશભાઇ પટેલ રહે.હરણી ગામ વડોદરા શહેર નાઓ દારૂ જેવા કેફી પીણાનો નશો કરેલ હોવાનુ જણાતા તેમને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News