વડોદરામાં છાણી નજીક પૂર ઝડપે પસાર થતી કારમાંથી ત્રણ પીધેલા મિત્રો પકડાયા

Updated: Apr 1st, 2024


Google NewsGoogle News
વડોદરામાં છાણી નજીક પૂર ઝડપે પસાર થતી કારમાંથી ત્રણ પીધેલા મિત્રો પકડાયા 1 - image

image : Freepik

Drink and Drive in Vadodara : વડોદરામાં વાહન ચેકિંગ દરમિયાન ગઈ રાતે છાણી પાસે એક કારમાંથી દારૂ પીધેલી હાલતમાં ત્રણ મિત્રો મળી આવ્યા હતા.

પોલીસની ટીમ પદમલા નજીક રાત્રે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક કાર પૂર ઝડપે અને વાંકી ચૂકી આવતી હોવાથી પોલીસને શંકા ગઈ હતી. પોલીસે કારને આંતરી અંદર બેઠેલા  યુવકની તપાસ કરતા તેઓ દારૂના નશામાં હોવાનું જણાય આવ્યું હતું.

પકડાયેલાઓમાં કારચાલક ધ્રુવ રાજેશભાઈ મકવાણા, કેવલ કનુભાઈ ડાભી(બંને રહે.અંબાજી પોળ,રણોલી ગામ, તા.વડોદરા) અને બ્રિજેશ વિનોદભાઈ પરમાર (રામદેવ ફળિયુ,ધુમાડગામ વડોદરા) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે કાર કબજે કરી ત્રણેય સામે ગુનો દાખલ કર્યો હતો.


Google NewsGoogle News