વડોદરામાં ભાયલી-ગોકુળપુરા- રાયપુરામાં ટીપી સ્કીમની જમીનનો કબજો ખુલ્લો કરવા ત્રણ દિવસની નોટિસ
- સંબંધિત માલિકો કબજેદારો સ્થાનિક સ્થળે નહીં મળતા તંત્ર દ્વારા જાહેર અપીલ કરાઈ: મુદત વીત્યે આગોતરી જાણ વિના જમીન ખુલ્લી કરાશે
વડોદરા,તા.25 નવેમ્બર 2023,શનિવાર
વડોદરાનાં ભાયલી વિસ્તારમાં ગોકુળપૂરા-ભાયલી રાયપુરામાં ટીપી રસ્તો આગામી દિવસોમાં ખુલ્લો કરવા બાબતે સ્થાનિકોને રસ્તામાં વચ્ચે આવતી જમીન ખુલ્લી કરવા બાબતે પાલિકા દ્વારા જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના ભાઈની વિસ્તારમાં રાયપુરા ગોકુળપુરા ભાયલી વિસ્તારની મુસદ્દા રૂપ નગર રચના યોજના નંબર 24 ભાયલીના બ્લોક નંબર 1652, 1653, 1642માંથી 24 મીટરનો ટીપી રસ્તો પસાર થાય છે. આ રસ્તો ખુલ્લો કરવા બાબતે ટીપી એક્ટ મુજબ સ્થાનિક રહીશોને નોટિસો મજાવી દેવામાં આવી છે આ ઉપરાંત જે તે સરનામા સ્થળે માલિકો કબજેદારો નહિ હોવાથી સરનામાના અભાવે નોટિસ બજાવી શકાય નથી.
જેથી હિત સંબંધ ધરાવતા માલિકો-કબજેદારોને જાણ માટે પાલિકા તંત્રએ જાહેર નોટિસથી તમામ લાગતા વળગતાઓને જાણ કરી છે આ નોટિસમાં જણાવ્યું છે કે ટીપી 24નો રસ્તો ખુલ્લો કરવા બાબતે જમીન ખુલ્લી કરવા અંગે આગામી ત્રણ દિવસની મુદત આપવામાં આવી છે. આ જાહેરાતમાં એમ પણ જણાવાયું છે કે મુદત વિત્યાં બાદ કોઈપણ જાતની આગોતરી જાણ કર્યા વિના ટીપી રસ્તામાં વચ્ચે આવતી જમીન પરના તમામ દબાણો ખુલ્લા કરવામાં આવશે જે અંગે લાગતા વળગતા હોય નોંધ લેવા પાલિકા તંત્ર દ્વારા જણાવ્યું છે.