મકરપુરા જી.આઇ.ડી.સી.માં દારૃની મહેફિલ માણતા ત્રણ ઝડપાયા
દારૃ અને સોડાની બોટલ કબજે : ત્રણેય નશેબોજોની પૂછપરછ શરૃ
વડોદરા,મકરપુરા જી.આઇ.ડી.સી.માં દારૃની મહેફિલ માણતા ત્રણ નશેબાજોેને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માંજલપુર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, મકરપુરા જી.આઇ.ડી.સી. યશવિની એન્જિનિયરિંગ કંપનીની બહાર પેકોના કંપની નજીક બે થી ત્રણ લોકો દારૃની મહેફિલ માણી રહ્યા છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા ત્રણ લોકો દારૃ, પ્લાસ્ટિકના ગ્લાસ, પેકેટ તથા સોડા સાથે બેસેલા મળી આવ્યા હતા. જેથી, પોલીસે (૧) ધવલ મહેન્દ્રભાઇ પટેલ ( રહે. સહજાનંદ આઇરિશ ફ્લેટ, બેન્કર્સ હોસ્પિટલની સામે, માંજલપુર) (૨) જયેન્દ્ર અશ્વિનભાઇ બારિયા (રહે. રવિ પાર્ક સોસાયટી, મકરપુરા) તથા (૩) વિનોદ સામંતભાઇ જાદવ (રહે. વસંત પાર્ક સોસાયટી, જી.આઇ.ડી.સી.રોડ) ને ઝડપી પાડયા હતા. ત્રણેય સામે મહેફિલસનો કેસ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.