બહેનના ઘરે મળવા જવા નીકળેલા વડોદરા જિલ્લાના ત્રણ યુવકને નડયો અકસ્માત: એકનું મોત
- હળવદ નજીક ત્રણ ભાઈઓને નડ્યો અકસ્માત એકનું થયું મોત બે સારવારમાં
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના નારા ગામથી ગજેન્દ્રકુમાર જીતેન્દ્રભાઈ પરમાર( ઉ.વ.19 ) , વનરાજસિહ અનુપમસિંહ (ઉ.વ.24) અને કેતનસિહ અર્જુનસિંહ (ઉ.વ.18)ત્રણેય કોટુબીક ભાઈઓ બાઈક નબર જી.જે.૬ ટી.સી.460 લઈને વડોદરા થી સામખીયારી પાસે લાકડીયા ગામે જવા પોતાની બહેનના ઘરે જતાં હતાં. ત્યારે હળવદ તાલુકાના ઢવાણા ગામના પાટિયા નજીક પહોંચતા ત્યારે કાર ચાલકેએ બાઈકને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.
જેમાં ગજેન્દ્રકુમાર પરમાર ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે વનરાજસિંહ અને કેતનસિંહને ગંભીર ઈજા થતા પેહલા હળવદ સરકારી હોસ્પિટલ ત્યાર બાદ વધુ સારવાર માટે મોરબી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હળવદ પોલીસને જાણ થતા બીટ જમાદાર મહનરભાઈ પ્રજાપતિ તેમજ વિપુલભાઈ પટેલ સહિતના પોલીસકર્મીઓ થતા ઘટનાસ્થળે દોડી કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માત બાદ કાર ચાલક નાસી ગયો હતો તેને ઝડપવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.