Get The App

વડોદરામાં ટ્રક ડ્રાઇવર પર ચપ્પુ અને એરગનથી હુમલો કરી ત્રણ બાઈક સવાર ફરાર

Updated: Aug 16th, 2024


Google NewsGoogle News
વડોદરામાં ટ્રક ડ્રાઇવર પર ચપ્પુ અને એરગનથી હુમલો કરી ત્રણ બાઈક સવાર ફરાર 1 - image


Vadodara Crime : 15 ઓગસ્ટ અને સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ રાત્રીએ  પોલીસ ભવન નજીક માલસામાન ભરીને સુરત તરફ જતા ટ્રક ચાલકને બાઈક પર આવેલા ત્રણ શખ્સો દ્વારા ચાકુ-રમકડાંની એરગન બતાવીને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.  ચાલકે પોલીસ ભવન ટ્રક લઈ જતા થોડી સુધી પીછો કર્યા બાદ ત્રણેય જણા ભાગી ગયા હતા. જેથી ટ્રક ચાલકે રાવપુરા પોલીસ મથકમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી. 

મૂળ ઉત્તર પ્રદેશના અને હાલમાં સુરત ખાતે મુકુંદપુરા ગામ ખાતે રહેતા મોહંમદનવાબ મોહંમદઅકમલ ખાન રાવપુરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી કે, હું સુરત અમદાવાદ ટ્રાન્સપોર્ટ પ્રા. લી.માં ટ્રક ડ્રાઇવીંગ કરે છે. છેલ્લા 7 વર્ષથી  આ કામ કરી રહ્યા છે. તાજેતરમાં મેં ટ્રાન્સપોર્ટની ટ્રક લઇને સુરતથી માલ ભરીને વડોદરા આવ્યા હતા અને વડોદરા માલ ખાલી કરીને કારેલીબાગ ખાસવાડી સ્મશાન પાસેના ગોડાઉનમાં માલ ભરાવવા માટે ગાડી મુકી હતી અને  ભરાઇ જતા તેઓ સુરત જવા નિકળ્યા હતા. દરમિયાન એસએસજી હોસ્પિટલ પાસે રોડ ક્રોસ કરતા કટ પર એક બાઇક પર ત્રણ  ઇસમો આવ્યા હતા. તેમણે ટ્રકની સામે બાઇક ઉભી રાખી હતી. તે પૈકી એક શખ્સે નજીક આવીને બેફામ ગાળો બોલ્યા બાદ માર મારવાનું શરૂ કર્યું હતું. દરમિયાન બીજો શખ્સ ટ્રકના બીજા દરવાજે લટકી ગયો હતો. દરમિયાન માર મારતા શખ્સે ચપ્પુ કાઢીને મારવા જતા તેમણે ટ્રકનો દરવાજો ખેંચીને બંધ કરી દીધો હતો. તેથી ટ્રકનો દરવાજાનો કાચ તુટી ગયો હતો. તે બાદ અન્ય શખ્સે ટ્રકના આગળના ભાગે કોઇ ગન જેવું હથિયાર હાથમાં રાખીને ટ્રકની ડ્રાઇવર સાઇડનો આગળનો કાચ તોડી નાંખ્યો હતો.  તેઓ ગભરાઇ ટ્રક ચલાવવાનું શરૂ કર્યું હતું. દરમિયાન ગન ટ્રકમાં પડી ગયું હતું. ટ્રક ચાલુ કરતા લટકેલો શખ્સ નીચે ઉતરી ગયો હતો. બાદમાં તેઓ બાઇક પર ટ્રક પાછળ જેલરોડ સુધી પીછો કર્યો હતો. દરમિયાન પોલીસ ભવન આવતા ચાલકે ટ્રક વાળી દેતા પરના અજાણ્યા શખ્સો નાસી છુટ્યા હતા. તે બાદ ટ્રકમાં પડેલી એરગન જોતા રમકડાની હોવાનું મળી આવ્યું હતું. અને તેમાં કોઇ ગોળી પણ ન હતી. રાવપુરા પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


Google NewsGoogle News