આજવા રોડ પર વહેલી સવારે બાઇક સવાર ત્રણ ચોર ૧.૫૯ લાખ લઇને ફરાર

સીસીટીવી કેમેરામાં ચોર ત્રિપુટી કેદ : હોમગાર્ડનો પોઇન્ટ હટતા જ ચોર ફરીથી સક્રિય થયા

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
આજવા રોડ પર વહેલી સવારે બાઇક સવાર ત્રણ ચોર ૧.૫૯ લાખ લઇને ફરાર 1 - image

 વડોદરા,આજવા રોડ પર સેફ ઝોન ગણાતા એવા દૂધેશ્વર મહાદેવ  પાછળ ભરવાડ વાસમાં બાઇક પર આવેલા ત્રણ ચોર વહેલી સવારે માત્ર અડધો કલાકના ગાળામાં સોના ચાંદીના દાગીના અને રોકડા મળી કુલ૧.૫૯ લાખની મતા ચોરીને ફરાર થઇ જાય છે. જે અંગે પાણીગેટ  પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આજવા રોડ દૂધેશ્વર મહાદેવ મંદિરની પાછળ ભરવાડ વાસમાં રહેતો ગોપાલભાઇ તોગાભાઇ ભરવાડ ભાડેથી જેસીબી વાહનો ચલાવે છે. ગત તા.૧૦મી એ તેઓ પરિવાર સાથે દિવાળીનો તહેવાર ઉજવવા માટે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના  પાંદડ ગામે ગયા હતા. બીજા દિવસે સવારે સાત વાગ્યે પાડોશમાં રહેતા વશરામભાઇએ ફોન કરીને જાણ કરી  કે, તમારા મકાનની લાઇટો ચાલુ છે અને દરવાજાનો નકૂચો તૂટેલી હાલતમાં છે. જેથી, તેઓ તરત વડોદરા આવ્યા હતા. મકાનના દરવાજાને મારેલો નકુચો કાપીને ચોર ટોળકીએ ઘરમાંથી ચોરી કરી હોવાનું જણાયું હતું. ચોર ટોળકી પાંચ તોલા ઉપરાંતના વજનના સોનાના દાગીના, ચાંદીના દાગીના તેમજ રોકડા ૧૧  હજાર લઇ ગઇ હતી. વિસ્તારમાં ફિટ કરેલા કેમેરા જોતા ત્રણ ચોર બાઇક પર વહેલી સવારે પાંચ વાગ્યે આવ્યા હોવાનું દેખાય છે. ઉલ્લેખનયી છે કે, અગાઉ આ વિસ્તારમાં બાઇક પર આવતી ચોર ટોળકીના કારણે હોમગાર્ડનો એક  પોઇન્ટ મૂકવામાં આવ્યો હતો. તે પોઇન્ટ હટાવી લેતા જ ફરીથી ચ ોર આ વિસ્તારમાં સક્રિય થયા હતા. એક ચોર કાળું શર્ટ અને બ્લૂ કલરનું પેન્ટ પહેરીને આવતો દેખાય છે. નજીકમાં પાર્ક કરેલી કારની પાછળના ભાગે તે સંતાઇ જાય છે. અને તેના બે સાગરિતો થોડે દૂર બાઇક લઇને ઉભા હોય છે. ચોરી કર્યા પછી ત્રણેય ચોર બાઇક લઇને ફરાર થઇ જાય છે.



Google NewsGoogle News