વડોદરાના પરશુરામ ભઠ્ઠામાં યુવકને પેટના ચાકુ મારતા આંતરડું બહાર આવી ગયું : ત્રણની ધરપકડ

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
વડોદરાના પરશુરામ ભઠ્ઠામાં યુવકને પેટના ચાકુ મારતા આંતરડું બહાર આવી ગયું : ત્રણની ધરપકડ 1 - image

image : Freepik

વડોદરા,તા.12 ઓક્ટોબર 2023,ગુરૂવાર

સયાજીગંજ પરશુરામ ભઠ્ઠામાં મોડે સુધી બેસી મશ્કરી કરતા ત્રણ યુવકોને ટોકતા ત્રણેય સ્થાનિક સાથે ઝઘડો કર્યો હતો. જેમાં વચ્ચે છોડાવવા માટે પડેલા યુવક ના પેટમાં હુંલાવી દેતા આંતરડું બહાર આવી ગયું તેમ છતાં દાઢી અને ખભા પર પણ ઘા માર્યા હતા. લોહી લુહાણ હાલતમાં યુવકને બાઈક પર સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. પોલીસે યુવકની ફરિયાદના આધારે હુમલાખોરોની ધરપકડ કરી હતી.

 શહેરના સયાજીગંજ પરશુરામના ભઠ્ઠામાં રહેતાસંજય ઉર્ફે સંજુ મહેશભાઈ બારીયા કલરકામ કરી ગુજરાન ચલાવે છે. તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે અમારા મોહલ્લામાં રહેતો સુરજીત મનોજભાઇ દુબે તેના મિત્રો આકાશ તીવારી (રહે.જય અંબે નગર પરશુરામ ભટ્ટો સયાજીગંજ) તથા ધર્મેશ લાલુભાઇ પરમાર (રહે ભાથુજીનગર મહાકાળી નગર પાસે સયાજીગંજ) સાથે મોહલ્લામાં મોડે સુધી બેસીને મસ્કરીઓ કર મોટે-મોટે થી બોલતા હતા. જેથી તેઓને અમારા મહોલ્લામાં રહેતો રમેશ ઉર્ફે બાટલી માધ્યાબાઈ ગામીતનાનો સમજાવવા જતા તેની સાથે ઝઘડો કરી મારા માર્યો હતો જેથી હું વચ્ચે છોડાવા માટે પડતા મને સુરજીત દુબે તેના ખિસ્સામાંથી ચપ્પુ કાઢી મારા પેટમાં હલાવી દીધું હતું. ત્યારબાદ ખભા તથા ડાઢી ઉપર પણ ચપ્પુના ધા માર્યા હતા. મારા પેટમાંથી ચાકુ મારતા આતરડું બહાર આવી ગયું હતું. મારા મિત્રો દીપુ શિવ પૂજન યાદવ અને શિવ પ્રકાશ મને સારવાર માટે મોટર સાયકલ ઉપર બેસાડી એસ એસ જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.સયાજીગંજ પોલીસે ત્રણ હુમલાખોરો સુરજીત દુબે, આકાશ તિવારી અને ધર્મેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Google NewsGoogle News