Get The App

મામા ભાણેજ પર જીવલેણ હુમલો કરવાના ગુનામાં ત્રણ ઝડપાયા

દોઢ વર્ષ પહેલા થયેલા ઝઘડાની અદાવતે પાઇપ, હોકી તથા સ્ક્રૂ ડ્રાઇવરથી હુમલો

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
મામા ભાણેજ પર જીવલેણ  હુમલો કરવાના ગુનામાં ત્રણ ઝડપાયા 1 - image

વડોદરા,દોઢ વર્ષ  પહેલા જન્માષ્ટમીના દિવસે થયેલી તકરારની અદાવત રાખી ત્રણ હુમલાખોરોએ મામા અને ભાણેજ પર  લોખંડની  પાઇપ, હોકી અને સ્ક્રૂ ્ડ્રાઇવરથી હુમલો કરી જીવલેણ ઇજા પહોંચાડી હતી.  આ ગુનામાં સામેલ ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે.

પાણીગેટ શાક માર્કેટ પાસે રહેતા ભગતભાઈ ભીખાભાઈ વાઘેલાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું  હતું  કે, ગત તા. ૨ જી એ  હું તથા મારો ભાણેજ સુનિલ વાઘેલા  પાણીગેટ બાવચાવાડ રામગઢ ચોકડી આરતીબેનના મકાનની સામે પાણી ભરેલા ખાડામાં માછલીઓ પકડવા માટે ગયા હતા. પોણા ચાર વાગ્યે  પાણીગેટ કુંભારવાડા કેળાની વખાર પાસે રહેતો સાગર  વાઘેલા,અર્જુન  વાધેલા તથા આકાશ ઠાકોર બાઇક લઇને આવ્યા હતા. દોઢ વર્ષ પહેલા જન્માષ્ટમીના તહેવારમાં થયેલ ઝઘડાની જૂની અદાવત રાખી સાગરે લોખંડની પાઇપ, અર્જુને અણીદાર સ્ક્રૂ ડ્રાઇવર અને આકાશે હોકીથી જીવલેણ હુમલો કર્યો હતો.  આ ગુનામાં પોલીસે સાગર કૈલાસભાઇ વાઘેલા,  અર્જુન મુકેશભાઇ વાઘેલા (બંને  રહે. પાણીગેટ કુંભારવાડા) તથા આકાશ વેલાજીભાઇ ઠાકોર ( રહે. બાવચાવાડ,  પાણીગેટ)ને ઝડપી પાડયા હતા.


Google NewsGoogle News