Get The App

પ્રેમી યુવક પર ચાકૂથી હુમલો કરનાર ત્રણ આરોપી પકડાયા

યુવતીને મેસેજ કરવાના મુદ્દે ઘરે જઇ માર માર્યો હતો

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
પ્રેમી યુવક પર ચાકૂથી હુમલો કરનાર ત્રણ આરોપી પકડાયા 1 - image

વડોદરા,એમ.એસ.યુનિવસટીમાં ભણતા વિદ્યાર્થી પર તેની પ્રેમિકાના ભાઈ અને અન્ય સાગરીતોએ ચાકૂ તથા લોખંડના પંચથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. સિટિ પોલીસે  આ  ગુનામાં સામેલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

શહેરના માંડવી વિસ્તારમાં રહેતો ૧૬ વર્ષનો કિશોર એમ.એસ.યુનિવસટીમાં એસ.વાય. બી.કોમ.માં અભ્યાસ કરે છે. તેની સાથે  અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે  તેને પ્રેમ સંબંધ હતો. ચાર મહિના પહેલા આ વિદ્યાર્થિની, તેની માતા અને બહેન યુવકના ઘરે સંબંધની વાત કરવા માટે આવ્યા હતા. વિદ્યાર્થીની મમ્મીએ ઉંમર નાની હોવાના કારણે સંબંધ રાખવાની ના પાડી હતી.

ગુરૃવારે  રાત્રે પ્રેમિકાનો ભાઈ તથા અન્ય આરોપીઓ વિદ્યાર્થીના ઘરે માંડવી ખાતે ગયા હતા. અને યુવક  પર ચાકૂ અને લોખંડના પંચથી હુમલો કર્યો હતો. આ બનાવમાં સંડોવાયેલા આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ (૧) રાકેશ રાજકુમાર ચૌધરી (૨) વિશાલ રાજકુમાર ચૌધરી ( રહે. જૂનીગઢી, વડોદરા) તથા (૩)  મેઘદીપ ઉપેન્દ્રસિંહ ઝાલા ( રહે. હરિક્રિષ્ણા રેસિકોમ, ખોડિયાર નગર પાસે) ની પી.આઇ.આર.બી.ચૌહાણે ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓની તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News