મોપેડ પર વિદેશી દારૃ લઇને જતા ત્રણ આરોપી પકડાયા

દારૃ અને બિયર લઇને જતા સગીરને પોલીસે ઝડપી લીધો

Updated: Jan 22nd, 2024


Google NewsGoogle News
મોપેડ પર વિદેશી દારૃ લઇને જતા ત્રણ આરોપી  પકડાયા 1 - image

વડોદરા,મોપેડ પર વિદેશી દારૃની હેરાફેરી કરતા ત્રણ આરોપીઓને માંજલપુર પોલીસે ઝડપી પાડયા હતા. જ્યારે પાણીગેટ  પોલીસે દારૃની  હેરાફેરી કરતા સગીરને પકડયો હતો.

માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે,વિશ્વામિત્રી રેલવે સ્ટેશન વનવીલા સોસાયટી  પાસે રોડ પરથી મોપેડ પર દારૃ લઇને  ત્રણ સવારી આરોપીઓ જવાના છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવીને (૧ૅ) સત્યમ રૃપસિંહ કુશવાહા ( રહે. પાવનધામ સોસાયટી, સમતા) (૨) અજય નરેન્દ્રભાઇ રાઠોડ ( રહે.શ્રદ્ધા એપાર્ટમેન્ટ, અલકાપુરી) તથા (૩) એન્સ હરેશભાઇ ધાયાણી (રહે.ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, સમતા) ને ઝડપી પાડયા હતા. પોલીસે તપાસ કરતા મોપેડ પરથી વિદેશી દારૃની ૨૩ બોટલ કિંમત રૃપિયા ૧૦,૫૦૦ ની કબજે લીધી છે. દારૃ, મોપેડ, રોકડા અને ત્રણ મોબાઇલ  ફોન મળી પોલીસે કુલ રૃપિયા ૫૬ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

જ્યારે અન્ય એક બનાવમાં પાણીગેટ પોલીસે વિદેશી દારૃની હેરાફેરી કરતા સગીરને બિયરના ૪૪ ટીન  તથા દારૃની ૪૩  બોટલ મળી કુલ રૃપિયા ૯,૨૦૦ નો શરાબનો જથ્થો કબજે લીધો છે.


Google NewsGoogle News