ફોરેક્સ ટ્રેડિંગમાં 80 ટકા નફાની વાતમાં 21 લાખ ઠગનાર ગેંગનોામાસ્ટરમાઇન્ડ સહિત વધુ 3 પકડાયા

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
ફોરેક્સ ટ્રેડિંગમાં 80 ટકા નફાની વાતમાં 21 લાખ ઠગનાર ગેંગનોામાસ્ટરમાઇન્ડ સહિત વધુ 3 પકડાયા 1 - image

વડોદરાઃ ફોરેક્સ ટ્રેડિંગમાં ૮૦ ટકા સુધીનો પ્રોફિટ અપાવવાની લોભામણી સ્કીમમાં વડોદરાના ઇન્વેસ્ટર પાસે રૃ.૨૧.૭૧ લાખ ખંખેરનાર ગેંગના માસ્ટર માઇન્ડ સહિત વધુ ત્રણ ને સાયબર સેલે ઝડપી પાડયા છે.

ન્યુ સમા રોડ વિસ્તારના કલ્પેશભાઈ સુથારને ફોરેક્સ ટ્રેડિંગમાં ૪૦ થી ૮૦ ટકા સુધીનું વળતર આપવાની વાત કરી સુરેશ મૌર્ય નામના ઠગે ફસાવ્યા હતા.તેણે લિન્ક મોકલ્યા બાદ એની ડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રૃ.૨૧.૭૧ લાખ રકમ મેળવી હતી અને સામે પ્રોફિટ સાથે રૃ.૭૧ લાખ જેટલી રકમ પણ દેખાતી હતી.પરંતુ ઇન્વેસ્ટર આ રકમ ઉપાડી શકતા નહતા.

ઇન્વેસ્ટરે આ અંગે સાયબર સેલમાં ફરિયાદ કરતાં પીઆઇ બીએન પટેલ અને ટીમે તપાસ કરી અગાઉ કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.જ્યારે આજે એક મહિલા સહિત વધુ ત્રણ ની ધરપકડ કરતાં કુલ આઠની ધરપકડ થઇ છે.

પોલીસે પકડેલાઓમાં ફોરેક્સ ટ્રેડિંગ માટે ડુપ્લિકેટ વેબસાઇટ અને એપ  બનાવી તેનો ઉપયોગ કરનાર ફિરોજ રફીક ખાંડા (અડાજણ,સુરત) તેમજ ડેટા કલેક્ટ કરવા બાબતે કામ કરતા મુંબઇના વકાર એહમદ નાસીર  બાબી તેમજ ફરિન ઇરફાન શેખ(બંને રહે.ડોંગરી, મુંબઇ)ને ઝડપી પાડયા છે.

ફિરોજ ડમી એકાઉન્ટ ખોલાવી ડમી સિમકાર્ડનો ઉપયોગ કરતો હતો

સાયબર સેલના અધિકારીએ કહ્યું હતું કે,ફોરેક્સ ટ્રેડિંગ સ્કેમમાં પકડાયેલા સુરતના ફિરોજ ખાંડાએ અન્ય આરોપીઓ પાસે ડમી બેન્ક એકાઉન્ટો ખોલાવ્યા હતા અને ડમી સિમકાર્ડનો ઉપયોગ કરી ખાતેદારને આર્થિક લાભ અપાવ્યા હોવાની માહિતી ખૂલી છે.


Google NewsGoogle News