નવાયાર્ડમાં મૈયતમાં ગયેલા શખ્સ પર ત્રણ આરોપીઓનો હુમલો

મોપેડ હટાવવવા બાબતે તકરાર : જાનથી મારી નાંખવાની ધમકી

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News

વડોદરાનવાયાર્ડમાં મૈયતમાં ગયેલા શખ્સ પર ત્રણ આરોપીઓનો હુમલો 1 - image,નવાયાર્ડમાં મોપેડ હટાવવા બાબતે તકરાર થતા ત્રણ આરોપીઓએ  હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ફતેગંજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગોરવા મધુનગર બ્રિજ પાસે આલિયા પાર્કમાં રહેતા સમશાદખાન રહીકુલખાન પઠાણે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૧૪ મી એ બપોરે ત્રણ વાગ્યાના અરસામાં હું અને મારી પત્ની ખુશબુ ટુ વ્હીલર લઇને નવાયાર્ડ ભઠ્ઠા ચાલ ખાતે અમારા સંબંધી જાવેદખાન સફિભાઇ પઠાણના ઘરે મૈયતમાં ગયા હતા. ત્યારે સાંજના છ વાગ્યે હું મારી પાર્ક કરેલી બાઇક કાઢવા માટે મારી બાઇકની આગળ પડેલા મોપેડ હટાવતો હતો. ત્યાં હાજર નવાયાર્ડમાં રહેતા નૌશાદખાન કલ્લુખાન,  ઇરશાદખાન કલ્લુખાન અને લલ્લુખાન કલ્લુખાને મારી સાથે મોપેડ હટાવવા બાબતે  ઝઘડો કર્યો હતો. નૌશાદખાને ડંડાથી મારા પર હુમલો કર્યો હતો. મારા મિત્ર સગીરખાને મને છોડાવ્યો હતો. ત્રણેય હુમલાખોરોએ જતા જતા મને જાનથી મારી નાંખવાની  ધમકી આપી હતી.


Google NewsGoogle News