વડોદરામાં સરપંચ હોવાની ખોટી ઓળખ આપી ટાંટિયા તોડી મારી નાખવાની ધમકી

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
વડોદરામાં સરપંચ હોવાની ખોટી ઓળખ આપી ટાંટિયા તોડી મારી નાખવાની ધમકી 1 - image

Death Threat Crime in Vadodara : વડોદરા નજીકના આમરોલ ગામે જમીન વચ્ચે બનાવેલો રસ્તો ખરીદનારે તોડી નાખ્યો હતો. ત્યારે સરપંચની ખોટી ખોટી ઓળખ આપી ફોન કરીને જમીન માલિકને રસ્તો કોને પૂછીને તોડી નાખ્યો હવે તારી હિંમત હોય તો મળવાનું અથવા ગામમાં આવ તારા ટાંટિયા તોડી નાખીશ અને લાશ પાડી દઈશ તેવી ધમકી આપી હતી. 

વડોદરા શહેરના મહાપુરા રોડ ઉપર સેવાસી ખાતે રહેતા અક્ષયકુમાર મનહરલાલ શાહે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે 16 જુલાઈના રોજ ચીમનભાઈ વિઠઠલભાઈ પટેલની આકલાવ તાલુકાના આમરોલ ગામે જમીન આવેલી છે. તેમની પાસેથી પાસેથી હરેશ આશુમલ કેસવાણીએ બ્લોક નં.110સર્વે નંબરની જમીન ખરીદ કરી હતી. જેમાં હું ભાગીદાર છું 19 જુલાઈના રોજ હું મારી જગ્યાવાળી જમીન ખાતે ગયો હતો અને ત્યાં મારી જમીનમાં ગેરકાયદે રસ્તો બનાવ્યો હતો. જે રસ્તો અમે જેસીબી મશીન દ્રારા તોડાવી નખાવ્યો હતો અને ત્યાંથી હું પોણા દસ વાગ્યે મારી વદોદરાની ઓફીસે પરત આવવા નીકળ્યા હતો અને હું મારી ઓફીસ ઈસ્કોન અટીરા ખાતે હાજર હતો. તે દરમ્યાન મારા પર ફોન કરી હું આમરોલ ગામનો સરપંચ બોલું છુ અને આ રસ્તો કોને પુછીને તોડી નાખ્યો અને હવે તારી હિંમત હોય તો રૂબરૂ મળવા આવ અથવા ગામમાં આવ તારા ટાંટીયા તોડી નાખીશ અને તારી લાશ પાડી દઇશ એવી ધમકી આપેલ ત્યારબાદ અમોએ આમરોલ ગ્રામ પંચાયતની લેટરપેડ જોતા તેના ઉપર તેઓનો નંબર હોવાનું જાણવા મળ્યું હતું. આ અનિલ પરમાર સરપંચના હોવા છતા પણ સરપંચ તરીકે ઓળખ આપી અમને ધમકી આપી હતી.


Google NewsGoogle News