Get The App

ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકારને મારી નાંખવાની ધમકી

મારી પાસે લાયસન્સવાળી ગન છે, તને ઉડાવી દઇશ

Updated: May 12th, 2024


Google NewsGoogle News

 ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકારને મારી નાંખવાની ધમકી 1 - imageવડોદરા,મકરપુરા વિસ્તારમાં રહેતા ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકારને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર સામે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મકરપુરા ડેપો પાછળ સોના પાર્ક સોસાયટીમાં રહેતો મેહુલ નટવરભાઇ ખાનગી ન્યૂઝ ચેનલમાં પત્રકાર છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધી જણાવ્યું છે કે, ગઇકાલે રાતે સાડા બાર વાગ્યે  હું તથા મારો નાનો ભાઇ કિશોર તથા મિત્ર કંચનભાઇ પરમાર ઘરની બહાર ઓટલા પર બેસીને વાતો કરતા હતા. તે દરમિયાન બાઇક લઇને હરિઓમ નામનો વ્યક્તિ મને અપમાનજનક શબ્દ બોલીને જતો રહ્યો હતો. મારા ભાઇ કિશોર પાસે હરિઓમનો નંબર હોઇ મેં નંબર લઇને તેને કોલ કરીને કહ્યું કે, તું કોને ગાળ બોલીને ગયો ? તે ફરીથી મને ગાળો બોલ્યો હતો. હું મકરપુરા ડેપો પાસે ઉભો છું. તેવું કહેતા હું  અને મારો નાનો ભાઇ  કિશોર ત્યાં ગયા હતા. ત્યાં પહોંચતા જ હરિઓમ મને ગાળો બોલવા લાગ્યો હતો. તેણે મને ધમકી આપી હતી કે, મારી પાસે લાયસન્સ વાળી ગન છે. તને ઉડાવી દઇશ


Google NewsGoogle News