વડોદરા: ઈન્સ્ટાગ્રામથી ફસાવી સગીરા પર દુષ્કર્મ, બહેનને ઉઠાવી જવાની ભાઈને ધમકી આપનાર વિધર્મીની ધરપકડ
One More Rape Case in Vadodara: ભાયલી વિસ્તારમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ હવે ગુરૂવારે મોડી રાત્રે વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક યુવતી સાથે બળાત્કાર થયાની ફરિયાદ કરવામાં આવી છે. ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ફસાવી બેથી ત્રણ વખત દુષ્કર્મ આચરનાર વિધર્મીને માંજલપુર પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી દ્વારા વિદ્યાર્થિનીને બોલાવી સાથે ગરબા રમવા માટે પણ આરોપી દબાણ કરતો હતો.
મળતી માહિતી મુજબ, ધો. 12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો ચાર મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ પર મકરપુરા ગામમાં રહેતા વાજીદશા દીવાન ( ઉં.વ.19) સાથે પરિચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઇ હતી. વાજીદશા દીવાન દ્વારા વિદ્યાર્થિનીને પોતાની સાથે પ્રેમ સંબંધ બાંધવા માટે ધમકી આપવામાં આવતી હતી. વાજીદશા દીવાન તેની સ્કૂલ પર જઇને બળજબરીથી વાત કરવાનો પણ પ્રયાસ કરતો હતો. હાલમાં ચાલતી નવરાત્રિમાં પણ માંજલપુર વિસ્તારના ગરબા ગ્રાઉન્ડ પર વિદ્યાર્થિનીને મળવા માટે આરોપી બોલાવતો હતો. આરોપી દ્વારા ગરબા ગ્રાઉન્ડ પર તેની સાથે ફોટા પણ પાડવા માટે દબાણ કરવામાં આવતું હતું.
આ પણ વાંચો : અમરેલીના વિધર્મી પ્રોફેસરે વિદ્યાર્થીની સાથે કર્યા શારીરિક અડપલાં, પોક્સોની ફરિયાદ દાખલ
વાજીદશા દીવાનની આવી હરકતોથી વિદ્યાર્થિનીએ તેની સાથે સંબંધ તોડી નાંખવાનું નક્કી કર્યુ હતું. વાજીદશા દીવાનને જ્યારે વિદ્યાર્થિનીના ભાઇએ સમજાવવાની કોશિશ કરી ત્યારે તેણે એવી ધમકી આપી હતી કે, તારી બહેનના 18 વર્ષ પૂરા થયા પછી તેને હું ઉઠાવી જઇશ. આ અગાઉ એક વખત એસ.આર.પી. ગ્રુપ નજીક રહેતા પોતાના મિત્રના ઘરે લઇ ગયો હતો. જ્યાં તેણે વિદ્યાર્થિનીની મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો.
આ અંગે યુવતીએ તેની માતાને જાણ કરતા ગઈકાલે મોડી રાત્રે ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી યુવતીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે મકરપુરા વિસ્તારમાં રહેતા વાજીદશા દિવાન નામના યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીને દબોચી લીધો, ગુજરાત છોડીને ભાગવાની ફીરાકમાં હતો
યુવતી દ્વારા પોલીસમાં આપેલી ફરિયાદમાં છેલ્લા કેટલાક દિવસથી વાજીદશા દીવાન હેરાન કરતો હતો એટલું જ નહીં છેલ્લા કેટલાક વખતથી સંપર્કમાં આવ્યા બાદ આરોપી વાજીદશા દીવાને તેના મિત્રને ઘરે લઈ જઈ બે વખત દુષ્કર્મ આચર્યું હતું.
આ અંગે એસીપી પ્રણવ કટારીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે યુવતી ની માતાએ ફરિયાદ આપી હતી કે મકરપુરા વિસ્તારમાં રહેતા યુવક સાથે મારી દીકરી નો સંપર્ક ઇન્સ્ટાગ્રામ પર થયો હતો અને તેની સાથે અવારનવાર જતી હતી તે દરમિયાન મકરપુરાના યુવકે તેણીને પટાવી ફોસલાવી દુષ્કર્મ આચર્યું છે. અને નવરાત્રી દરમિયાન પણ તેને હેરાન પરેશાન કરી રહ્યો છે આ ફરિયાદના આધારે તાત્કાલિક અસરથી પોલીસે મકરપુરાના સાજીદશા દિવાન ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ અન્ય કોઇ કિશોરીને આ રીતે ફસાવી છે કે કેમ ? અન્ય કોઇ આરોપીની સંડોવણી છે કે કેમ? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.