ખંડેરાવ માર્કેટમાં ફ્રૂટના વેપારીને ધમકી અહીં ગાડી મૂકશો તો મારી નાંખીશ

હમણાં બીજા છોકરાઓને બોલાવું છું તમને આજે છોડીશ નહી તેવી ધમકી આપતા પોલીસ બોલાવવી પડી

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
ખંડેરાવ માર્કેટમાં  ફ્રૂટના વેપારીને ધમકી અહીં ગાડી મૂકશો તો મારી નાંખીશ 1 - image

વડોદરા, તા.25 ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં ફ્રૂટનો વેપાર કરતાં વેપારીને દુકાન પાસે ગાડી મૂકવા બાબતે એક શખ્સે ધમકી આપતાં પોલીસ ફરિયાદ થઇ છે.

શહેરના આજવારોડ વિસ્તારમાં કાન્હા સિટિ ફ્લેટ ખાતે રહેતા વિનોદ ખેમચંદ પમનાનીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું અને મારો ભાઇ ખુશાલ બંને ખંડેરાવ માર્કેટમાં કે.કે.ફ્રૂટ નામે દુકાનમાં ફ્રૂટનો ધંધો કરીએ છીએ. ગઇકાલે સવારે અમે મહારાષ્ટ્રથી મંગાવેલી દ્રાક્ષની ડિલિવરી કરવા એક બોલેરો પીકઅપ ગાડી આવી હતી અને દુકાન પાસે ગાડી ઊભી રખાવી પીકઅપમાંથી દ્રાક્ષ ખાલી કરાવતા  હતાં.

દરમિયાન સામે એમ.ડી. ફ્રૂટ નામની દુકાનમાં કામ કરતો મેરાજ મદમનન રાયની (રહે.આદેશનગર, તરસાલી) આવ્યો હતો અને મારા ભાઇ સાથે ગાડી મૂકવા બાબતે બોલાચાલી કરી તમારે અંહી ગાડી મૂકવી નહી તેમ કહી જતો રહ્યો હતો. બાદમાં બપોરે ફરીથી આવ્યો હતો અને ઝઘડો કરી હું હમણાં બીજા છોકરાઓને લઇને આવું છું, આજે તો તમને છોડીશ નહી તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. નવાપુરા પોલીસે ધમકી આપનાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




Google NewsGoogle News