Get The App

બોરસદની પરિણીતાને દહેજના મામલે સળગાવી દેવાની ધમકી

Updated: Mar 9th, 2024


Google NewsGoogle News
બોરસદની પરિણીતાને દહેજના મામલે સળગાવી દેવાની ધમકી 1 - image


પરિણીતાએ પોલીસની મદદ માગી

મહેણા-ટોણા મારી ત્રાસ આપ્યો, પોલીસમાં જઇશ તો જોઇ લેવાની ધમકી આપી

આણંદ: બોરસદની પરણિતા પાસેથી પતિએ મોટરસાયકલ લાવવા માટે પીયરમાંથી નાણાં લઈ આવવાની માંગણી ન સંતોષાતા પતિએ પરણિતા ઉપર શારિરીક માનસિક ત્રાસ ગુજારી સળગાવી દેવાની ધમકી આપતા મામલો બોરસદ શહેર પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે પરણિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદ ખાતે રહેતી સિમરનબાનુના લગ્ન લગભગ બે વર્ષ પૂર્વે બોરસદના મદારચોકમાં આવેલ ભોઈ ફળીયામાં રહેતા શકીલશા દીલાવરશા દિવાન સાથે જ્ઞાાતિના રીતરિવાજ મુજબ થયા હતા. શરૂઆતમાં લગ્ન જીવન સુખરૂપ ચાલ્યું હતું જો કે થોડા સમય બાદ પતિએ પરણિતાને મોટરસાયકલ લાવવા માટે પિયરમાંથી નાણાં લઈ આવવાનું કહ્યું હતું. 

જેથી પરણિતાના પિતાએ મોટરસાયકલ લેવા માટે રૂા.૨૦ હજાર આપ્યા હતા. પરંતુ પતિએ મોટરસાયકલ લીધું ન હતું અને બાદમાં ફરીથી નાણાંની માંગણી કરી હતી. જેથી પરણિતાએ પિયરમાંથી નાણાં લાવવાની ના પાડતા પતિ અપશબ્દો બોલી શારિરીક માનસિક ત્રાસ ગુજારતો હતો. સાથે સાથે સસરા દીલાવરશા તથા સાસુ હસીનાબીબી પણ પુત્રનું ઉપરાણું લઈ ઘરના કામકાજ બાબતે તેણીને મ્હેણા ટોણાં મારતા હતા. નજીકમાં જ રહેતા માસી સાસુ રૂકસાનાબીબી, માસા સસરા સાજીદશા તથા કાકાસસરા હુસેનશા પણ અવારનવાર અપશબ્દો બોલી લગ્નને આટલો સમય વીતવા છતાં પણ સારા દિવસો કેમ નથી આવતા તેમ જણાવી મ્હેણા ટોણાં મારતા હતા. દરમ્યાન ગત તા.૨૪મી ડીસેમ્બર ૨૦૨૩ના રોજ સવારના સુમારે પતિએ પરણિતાને તારા પિયરના ઘરવાળાને બોલાવીશ કે પોલીસને જાણ કરીશ તો અમો તને ઘરમાં પુરીને જીવતી સળગાવી દઈશું તેવી ધમકી આપતા પરણિતાએ બોરસદ પોલીસનું શરણું લીધું હતું.



Google NewsGoogle News