Get The App

ઇજનેરોને ૨૪ કલાકમાં નોકરીમાં પરત નહીં લેવાય તો હડતાળની ચીમકી

કોર્પોરેશનમાં મોરચા સ્વરૃપે આવી લોબીમાં બેસી ઘરણા : સરકારી એસઓપી વિના કાર્યવાહી કરતા રોષ

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
ઇજનેરોને ૨૪ કલાકમાં નોકરીમાં પરત નહીં લેવાય તો હડતાળની ચીમકી 1 - image

વડોદરા, વડોદરામાં હરણી બોટ દુર્ધટના કાંડમાં વડોદરા કોર્પોરેશનના એક ઇજનેરને સસ્પેન્ડ અને બીજાને ટર્મિનેટ કરવામાં આવ્યા બાદ ઇજનેરોમાં રોષ ભભૂક્યો છે. આ સવારે બદામડી બાદ ખાતે બેઠક કર્યા બાદ સાંજે કોર્પોરેશનમાં મોરચા સ્વરૃપે આવીને કોર્પોરેશનની લોબીમાં ઘરણા પર બેસી ગયા હતા.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન મજૂદર સંઘના નેજા હેઠળ આવેદનપત્ર સુપરત કરીને ઇજનેરને સસ્પેન્ડ અને ટર્મિનેટ કરાયા બાદ ૨૪ કલાકમાં નોકરીમાં પરત નહીં લેવાય તો તમામ ઇજનેરો અચોક્કસ મુદતની હડતાળ પર જશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

આવેદનપત્રમાં સંઘે રજૂઆત કરી છે કે હરણી મોટનાથ તળાવ પીપીપી ધોરણે ૩૦ વર્ષના ભાડા પટ્ટેથી એજન્સીને સોંપાયું હતુ. તળાવમાં થતી તમામ પ્રવૃત્તિઓ અને રાઇડ્સ પ્રાઇવેટ એજન્સી દ્વારા સંચાલિત હોય છે દેનું રોજેરોજનું સુપરવિઝન કરવા કોર્પોરેશનના કોઇપણ વિભાગના ઇજનેરો તથા કર્મચારીઓને લેખિત હુકમ થયો જ નથી. આ સંજોગોમાં કોર્પોરેશન દ્વારા તત્કાલીન ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલના અને હાલના ઉત્તર ઝોનના એડિશનલ આસિ. એન્જિનિયરની જવાબદારી નક્કી કરી તેઓને સસ્પેન્ડ તથા ટર્મિનેટ કરવામાં આવેલ છે. સરકારની એસઓપી અનુસર્યા વગર સીધી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. 

જે પાલિકાના તમામ ઇજનેરોને સ્વીકાર્ય નથી. આ ઉપરાંત ટેકનિકલ અધિકારીઓ તથા કર્મચારીઓની પગાર વિસંગતતા દૂર કરવા, વહીવટી સરળતા ખાતર સેન્ટ્રલ ઝોન ઊભો કરવા, ગુજરાત સરકારના પરિપત્ર મુજબ શિક્ષાત્મક પગલાં લેવા, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સીધો સંપર્ક કરે છે અને ઘર્ષણ સર્જાય છે તેના બદલે ઉપરી અધિકારીઓનો સંપર્ક કરી અમને સૂચના આપે તે મુજબ કામગીરીની વ્યવસ્થા કરવા વાહનભથ્થુ, ટ્રાન્સપોઇ એલાઉન્સ આપવા માગ કરી છે કોઇપણ એવોર્ડ લેવા ડિપાર્ટમેન્ટના મુખ્ય અધિકારી લેવા ઉપડી જાય છે, તેમ શિક્ષાત્મક કાર્યવાહી પણ તે રીતે કરવી જોઇએ, તેવી રજૂઆત ઔકરી છે.


Google NewsGoogle News