Get The App

ઉનાળામાં ચોમાસા જેવી સ્થિતિ : ગોત્રી-હરીનગર બ્રિજ નીચે પાણીની લાઈનમાં ભંગાણ થતા હજારો લિટર પાણી વેડફાયું

Updated: May 18th, 2024


Google NewsGoogle News
ઉનાળામાં ચોમાસા જેવી સ્થિતિ : ગોત્રી-હરીનગર બ્રિજ નીચે પાણીની લાઈનમાં ભંગાણ થતા હજારો લિટર પાણી વેડફાયું 1 - image


Water Wastage in Vadodara : વડોદરા શહેરના ગોત્રી હરીનગર બ્રિજ નીચે પાણીની લાઈનમાં ભંગાણ પડતા હજારો લિટર પાણી વેડફાઈ રહ્યું છે જે અંગે સ્થાનિક લોકોએ કોર્પોરેશનને જાણ કરી છે. પરંતુ હજી સુધી કોર્પોરેશન દ્વારા સમારકામ શરૂ કર્યું નથી તેમ જાણવા મળે છે.

 શહેરના કેટલાક વિસ્તારોમાં લોકોને  ઉનાળાની ત્રાહિમામ ગરમીમાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી તો કેટલીક જગ્યાએ ગટરના ગંદા મિશ્રિત પાણી સ્થાનિક લોકોને પીવાની ફરજ પડે છે. ગરમીના કપરાં દિવસોમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ધમધમતા હરીનગર બ્રિજ વિસ્તારમાં પાણીની લાઈનમાં અચાનક ભંગાણ સર્જાયું હતું. કલાકો થી સર્જાયેલા પાણીની લાઈનના આ ભંગાણના કારણે સમગ્ર વિસ્તારમાં પીવાના પાણીનો વેડફાટ થતાં ઠેર ઠેર ચોખ્ખું પાણી ફરી વળવાથી ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.


Google NewsGoogle News