સમા માં પરિવારજનો ટેરેસ પર સુવા જતાં ચોરો ફ્લેટમાંથી 12 તોલાના દાગીના ચોરી ગયા
વડોદરાઃ શહેરમાં સમા અને દિવાળીપુરા વિસ્તારમાં વધુ બે સ્થળોએ ત્રાટકેલા ચોરો કિંમતી દાગીના ઉઠાવી ગયા હોવાનો બનાવ બનતાં પોલીસે તપાસ હાથધરી છે.
સમા વિસ્તારમાં તાજ એપાર્ટમેન્ટમાં રહેતા કરિશ્માબેન પઠાણે પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૨૦મી જૂને મારા સસરાને દવાખાને દાખલ કર્યા હોવાથી અમે પરિવારની મહિલા સદસ્યો અને છોકરાંઓ ઘેર હતા.અમે રાતે ટેરેસ પર સુવા ગયા હતા.સવારે મારા સાસુ નીચે ઉતર્યા તો મકાનનો નકૂચો તૂટેલો હતો અને સામાન વેરવિખેર હતો.તપાસ કરતાં ચોરો રૃ.ત્રણ લાખ ઉપરાંતની કિંમતના ૧૨ તોલાથી વધુ વજનના સોનાના દાગીના ચોરી ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.
આવી જ રીતે દિવાળીપુરાના સુકૃતિ નગર-૨માં રહેતા જીએસટીના નિવૃત્ત અધિકારી યોગેશકુમાર ભગતને ત્યાં ચોરીનો બનાવ બન્યો હતો.જેમાં તેઓ તા.૨૧મીએ બહારગામ ગયા હતા ત્યારે ઇન્ટરલોક તોડી પ્રવેશેલા ચોરો પૂજાના ચાંદીના ૨૦ સિક્કા,સોના ચાંદીના દાગીના અને રોકડા રૃ.૪૫ હજાર મળી રૃ.પોણા બે લાખ થી વધુ કિંમતની મત્તા ચોરી જતાં અકોટા પોલીસે તપાસ હાથ ધરી છે.