વડોદરા નજીક ભાયલીમાં ઇન્ટરનેશનલ સ્કૂલ અને એક બંગલામાં લાખોની ચોરી
image : Freepik
- મોડી રાત્રે ચોરો રોકડ અને સોના ચાંદીના દાગીના મળી 4.30 લાખની મતા ઉઠાવી ગયા
વડોદરા,તા.16 જાન્યુઆરી 2024,મંગળવાર
વડોદરા નજીક આવેલા ભાયલીમાં એક સ્કૂલ અને મકાનને નિશાન બનાવી ચોરો લાખોની માતા ઉઠાવી ગયા હતા.
આ અંગેની વિગત એવી છે કે ભાયલીમાં આવેલી નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલના એડમીન વિભાગમાં આવેલ એકાઉન્ટ ઓફિસમાં મૂકેલી તિજોરીનું લોક તોડી સ્કૂલના રોજિંદા ખર્ચા માટે રાખેલ રૂપિયા 32 હજાર રોકડાની ચોરોએ ચોરી કરી હતી. આ ઉપરાંત સ્કૂલની બાજુમાં નીલાંબર આર્કોન સોસાયટીમાં પણ ચોરો ત્રાટક્યા હતા. આ સોસાયટીમાં રહેતા મિનહાસ કૃષ્ણકાંત કાલાણીના બંધ મકાનનું તાળું તોડી સોના ચાંદીના દાગીના મળી 3.98 લાખની ચોરી થઈ હતી. કુલ 4.30 લાખની ચોરી અંગે નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા થીયોફેન માર્ટિન ડિસોઝાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.