મંજુસરમાં ચોરો ત્રાટક્યા એક ઘરમાંથી 7.22 લાખની ચોરી બીજા ઘરમાં પણ ચોરી કરી
- સીસીટીવી ફૂટેજમાં ત્રણ ચોરો ગામમાં આવ્યા હોવાનું જણાતા પોલીસે તપાસ શરૂ કરી
વડોદરા,તા.5 ફેબ્રુઆરી 2024,સોમવાર
સાવલી તાલુકાના મંજુસર ગામમાં નવા ફળિયામાં રહેતા દિલીપભાઈ મોહનભાઈ ચૌહાણના ઘરમાં વહેલી સવારે ચોરોએ ત્રાટકીને ચોરી કરી હતી. ગામમાં રહેતા દિલીપ મોહનભાઈ ચૌહાણના ઘરની જાળીનો નકુચો તોડી અંદર પ્રવેશીને તિજોરી તેમજ કબાટમાં મુકેલા સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 7.22 લાખની મત્તા ચોરી કરી હતી. ચોરોએ ફળિયામાં રહેતા કિરણસિંહ ખુમાનસિંહ વાઘેલાના ઘરમાં પણ ચોરી કરી હતી. દરમ્યાન નજીકમાં મુકેલા સીસીટીવી દ્વારા તપાસ કરતા ચોરી કરવા માટે ત્રણ શખ્સો આવ્યા હોવાનું જણાયું હતું. ઉપરોક્ત બનાવો અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.