Get The App

વડોદરા નજીક ભાયલીના બંગલામાં ચોરો ત્રાટક્યા: દાગીના અને સિકકા ઉઠાવી ગયા

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
વડોદરા નજીક ભાયલીના બંગલામાં ચોરો ત્રાટક્યા: દાગીના અને સિકકા ઉઠાવી ગયા 1 - image

image : Freepik

વડોદરા,તા.6 ફેબ્રુઆરી 2024,મંગળવાર

વડોદરા નજીક ભાયલીમાં નીલાંબર આર્કોન નામના બંગલામાં રહેતા વેપારી સૂજન સુરેશ સોની તા.3ના રોજ સવારે પોતાના વતન ઇન્દોર ગયા હતા અને બે દિવસ પછી ઘેર પરત સવારે ફર્યા ત્યારે ઘરના મેઈન ગેટનો દરવાજો સખત પદાર્થથી તૂટેલો જણાયો હતો. ઘરમાં જઈને તપાસ કરતા બીજા માળે બેડરૂમમાં લાકડાના કબાટના ડ્રોઅરમાં મુકેલ સોના ચાંદીના દાગીના ચાંદીના સિક્કા અને ઘડિયાળ મળી 1.10 લાખની મત્તા ચોરી થઈ હોવાનું જણાયું હતું. બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News