સુભાનપુરામાં શિક્ષકના ઘરમાંથી રોકડ ચોર્યા બાદ કાર ઉઠાવી ચોરો ફરાર

Updated: Jun 12th, 2024


Google NewsGoogle News
સુભાનપુરામાં શિક્ષકના ઘરમાંથી રોકડ ચોર્યા બાદ કાર ઉઠાવી ચોરો ફરાર 1 - image

વડોદરાઃ સુભાનપુરા વિસ્તારમાં એક મકાનમાં ત્રાટકેલા ચોરો રોકડ રકમની સાથે જતાંજતાં કમ્પાઉન્ડમાંથી કાર પણ ચોરી ગયા હતા.

સુભાનપુરામાં વિદ્યાવિહાર સ્કૂલની ગલીમાં શ્રીજી નિર્માણ સોસાયટીમાં રહેતા અને ટયુશન આપતા રેજીનાલ્ડ ડિપેન્હાએ પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૧લીએ હું મારા પત્ની સાથે વતનમાં ગયો હતો.

તા.૧૧મીએ પાડોશીએ ચોરી થયાની જાણ કરતાં હું સેલવાસથી વડોદરા આવ્યો હતો.મકાનમાં જોયું તો ચોરો નકૂચો તોડીને અંદર સામાન વેરવિખેર કરી ગયા હતા અને રોકડા રૃ.૫૦ હજાર અને કારની ચાવી લઇને કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી કાર પણ ઉઠાવી ગયા હતા.જેથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News