વડસર રોડની સોસાયટીમાં ધોળે દહાડે ચોર ૯.૯૩ લાખની ચોરી
સોનાના ૨૦ તોલા ઉપરાંતના દાગીના તેમજ ત્રણ લાખ રોકડા પણ લઇ ગયા
વડોદરા,વડસર રોડ મેપલ વિલાના બંધ મકાનને નિશાન બનાવી ધોળે દહાડે ચોર ટોળકી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા ત્રણ લાખ ચોરી ગઇ હતી.
વડસર રોડ મેપલ વિલામાં રહેતા ચેતનભાઇ નવનીતલાલ લોટીયા પાદરાની ગુલ બ્રાંડસર કંપનીમાં તથા તેમના પત્ની મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલી અક્ષર ઇલકન્ફ્રા કંપનીમાં પરચેઝ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. ગત તા.૧લી જાન્યુઆરીએ સવારે દંપતી નોકરી પર ગયું હતું. ચેતનભાઇ સાંજે સાત વાગ્યે નોકરી પરથી ઘરે આવ્યા ત્યારે મકાનનો મુખ્ય દરવાજો તથા જાળી ખુલ્લી હાલતમાં હતા. તેમજ ઘરમાં કોઇ હાજર નહતું. તેમણે પત્નીને કોલ કર્યો ત્યારે તેઓ નોકરી પર હતા. ચેતનભાઇએ ઘરમાં તપાસ કરી તો કબાટ, અને ટેબલના ડ્રોવર ખુલ્લા હતા. તેમજ સામાન વેરવિખેર હાલતમાં હતો. ચોર ટોળકી ઘરમાંથી ૨૦ તોલા ઉપરાંત વજનના સોનાના દાગીના, ચાંદીના દાગીના, મૂર્તિ, બે ફોન તેમજ રોકડા ૩ લાખ મળી કુલ રૃપિયા ૯.૯૩ લાખની મતા ચોરી ગઇ હતી.