ઇજનેરના સહિત બે ઘર તાળા તોડી ચોર ૮૬ હજારની મત્તા ઉઠાવી ગયાં
પેથાપુર પાસે જીઇબી કોલોનીમાં
કલોલમાં નારીયેળ ઉતારી પરત જતાં ડ્રાઇવરની ગાડીમાંથી રૃપિયા ૧ લાખની રોકડ રકમની તફડંચી કરી ગઠિયા ફરાર
પ્રથમ બનાવમાં કપડવંજના વતની અને ગાંધીનગરમાં વીજ મથકમાં
જુનિયર ઇજનેર તરીકે નોકરી દરમિયાન સુરેન્દ્ર નગરમાં પમ્પિંગ સ્ટેશન પર ડેપ્યુટ
કરાયેલા હિતેશભાઇ છોટાલાલ પટેલે સેક્ટર ૨૧માં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. તેમાં
જણાવાયાં પ્રમાણેતેના પરિવારજનો વતનમાં ગયા હોવાથી તેઓ પણ ઘરને તાળુ મારીને વતનમાં
ગયા હતાં. દરમિયાન સોમવારે પાડોશીએ ઘરના તાળા તૂટેલા હોવાની જાણ કરતો ફોન કરતાં
અહીં આવીને જોયુ ત્યારે તસ્કરો સોનાની વીંટી અને ચાંદીની ગણપતીજીની મૂર્તિ તથા
દાગીના મળી ૪૦ હજારની મતા ઉઠાવી ગયાનું જણાયુ હતું. ઉપરાંત પહેલા માળે રહેતા
કનુભાઇ ખાનુભાઇ બરંડાના ઘરના તાળા તોડીને તેમાંથી પણ તસ્કરો સોના ચાંદીના દાગીના
અને ઘડિયાળ સહિત ૪૬ હજારની મતા ઉઠાવી ગયા હતાં.
દરમિયાન જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામના રહેવાસી વિપુલ પાંચાભાઇ માલમ નામના ડ્રાઇવરે પણ ગાડીમાંથી રોકડ ચોરાયાની ફરિયાદઅડાલજ પોલીસ મથકમાં નોંધાવી હતી. ફરિયાદ મુજબ વિપુલકલોલના માર્કેટ યાર્ડમાં નારિયેળ વેચવા આવ્યો હતો. રાત્રે પરત ફરવા દરમિયાન ઉંઘ ચઢતાં ત્રિમંજિર પાસે પીકઅપ ડાલુ સાઇડમાં રાખીને ઉંઘી ગયો હતો. સવારે ઉઠીને જોતાં પીકઅપ ડાલાની કેબીનના ખાનામાંથી નારિયેળ વેચાણના રૃપિયા ૯૮,૩૦૦ અને તેમજ ખર્ચ માટે રાખેલા રૃપિયા ૧૫૦૦ મળીને કુલ રૃપિયા ૧,૦૦,૩૩૦ની રોકડ ચોરાઇ ગયાનું જણાતા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.