ન્યુ સમારોડના મકાનમાં પરિવારની હાજરીમાં વહેલી સવારે ત્રણ ચોર 24 તોલાના દાગીના ચોરી ગયા

પોલીસે 24 તોલા સોનાની કિંમત રૃ.1.95 લાખ મૂકી

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
ન્યુ સમારોડના મકાનમાં પરિવારની હાજરીમાં વહેલી સવારે ત્રણ ચોર 24 તોલાના દાગીના ચોરી ગયા 1 - image

વડોદરાઃ ન્યુ સમારોડ વિસ્તારના મકાનમાં વહેલી સવારે ત્રાટકેલા ચોરો અંદાજે ૨૪ તોલા સોનાના દાગીના ચોરીને ફરાર થઇ જતાં પાડોશીએ તેમને ભાગતા પણ જોયા હતા. પોલીસે ચોરાયેલા દાગીનાની કિંમત માત્ર રૃ.૧.૯૫ લાખ દર્શાવી છે.

ન્યુ સમારોડ વિસ્તારની આકાશ ગંગા સોસાયટીમાં રહેતા અને ખાનગી નોકરી કરતા અતુલભાઇ તિવારીએ પોલીસને કહ્યું હતું કે, તા.૨૨મીએ રાતે અમે ઉપરના માળે સુવા માટે ગયા ત્યારે સવારે સાડાપાંચેક વાગે પાડોશમાં રહેતા યોગેશભાઇએ અમને ફોન કરી ત્રણ જણા મકાનમાંથી નીકળીને બાઇક પર ગયા હોવાની જાણ કરી હતી.

જેથી હું નીચે આવ્યો ત્યારે તિજોરીનો સામાન વેરવિખેર જણાયો હતો અને નકૂચો તેમજ લોક તૂટેલા હતા.તપાસ કરતાં ચોરો તિજોરીના લોકરમાં મુકેલા સોનાનો હાર, મંગળસૂત્ર,બંગડીઓ,કંગન,ચેન જેવા ૨૩૯ ગ્રામ વજનના દાગીના ચોરીને ફરાર થઇ ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.

બનાવ અંગે પોલીસને જાણ કરતાં ફતેગંજ પોલીસે ચોરોનું પગેરું શોધવા માટે તજવીજ કરી હતી.આ ઉપરાંત ચોરોના સીસીટીવી ફૂટેજ પણ મેળવવાની તજવીજ કરવામાં આવી રહી છે.આ  બનાવમાં કોઇ જાણભેદુ હોવાની પણ આશંકા નકારી શકાતી નથી.પોલીસે નાકાબંધી પણ કરી હતી.


Google NewsGoogle News