વડોદરામાં કીર્તિ સ્તંભ પાસે મુસાફરોને ભીડનો લાભ લઈ ગઠિયો મહિલાના પર્સમાંથી દાગીના તફડાવી ગયો
image : Freepik
- કીર્તિ સ્તંભ પાસે મુસાફરોની ભીડનો લાભ લઈને ગઠિયો મહિલાના પર્સમાંથી સોનાના દાગીના તફડાવી ગયો હતો જે અંગે નવાપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે
વડોદરા,તા.01 માર્ચ 2024,શુક્રવાર
વડોદરાના રાજપીપળા લાલ ટાવર રોડ પર પોલીસ લાઈનની સામે રહેતા મનિષાબેન શૈલેષભાઈ રાણાએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે 24મી તારીખે મારા ભાઈ હર્ષદની દીકરીના લગ્ન બાદના રિસેપ્શનનો પ્રોગ્રામ કૈલાશ પાર્ટી પ્લોટ ખાતે વડોદરામાં રાખ્યો હતો. જેથી હું મારા નણંદના ઘરે આવી હતી. અમે દાગીના ઘરેથી પહેરીને વડોદરા આવ્યા હતા. રિસેપ્શન પૂરું થયા પછી હું મારી બહેનના ઘરે રાત્રે રોકાઈ હતી બીજા દિવસે સવારે અમારા દાગીના એક રૂમાલમાં મૂકી રૂમાલ અમારા કાળા કલરના પર્સમાં મૂકી અમે મંગળ બજારમાં ખરીદી કરવા માટે ગયા હતા. ખરીદી પૂરી કર્યા બાદ અમે રિક્ષામાં બેસી કીર્તિ સ્તંભ બસ સ્ટેન્ડ પર આવ્યા હતા અને અમારા પર્સમાં જોતાં રૂમાલ હતો. જેથી અમે રાજપીપળાની બસની રાહ જોતા હતા બપોરે એક વાગ્યે રાજપીપળાની બસ આવતા મારા પતિ તથા મારો છોકરો પહેલા બસમાં બેસી ગયા હતા અને હું લોકોને ભીડ હોવાથી પાછળથી બસમાં બેઠી હતી. ત્યારબાદ બસ ડભોઇ રાજપીપળા હાઈવે પરથી પસાર થતી હતી ત્યારે મારું ધ્યાન મારા પર્સમાં જતા પર્સની ચેન અડધી ખુલ્લી હતી. જેથી મને શંકા જતા અમે પર્સમાં તપાસ કરતા દાગીના ભરેલો રૂમાલ મળી આવ્યો ન હતું મારા પતિ મારા પર ગુસ્સે થશે તેવું લાગતા મેં તે સમયે કોઈને જાણ કરી ન હતી. કીર્તિ સ્તંભ બસ સ્ટેન્ડ પાસે ગત 25 મી જાન્યુઆરીએ કોઈ ચોર નજર ચૂકવીને દાગીના વિટેલો રૂમાલ લઈ ગયો હતો. જેમાં સોનાના ત્રણ તોલાના પાટલા, સોનાની ચાર વીટીઓ, બે તોલાનું મંગળસૂત્ર એક તોલાનું ડોકિયું, સોનાની બે બુટ્ટીઓ અડધા તોલાની હતી.