Get The App

વડોદરામાં જેલમાંથી છૂટ્યા બાદ રીઢા ચોરે 6 મહિનામાં 4 સ્કૂટર ઉઠાવ્યા

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
વડોદરામાં જેલમાંથી છૂટ્યા બાદ રીઢા ચોરે 6 મહિનામાં 4 સ્કૂટર ઉઠાવ્યા 1 - image

વડોદરા,તા.22 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર

વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતા વાહન ચોરએ જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી વાહનોની ઉઠાન્તરી શરૂ કરતાં પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.

વડોદરામાં વાહન ચોરીના બની રહેલા બનાવો અટકાવવા માટે પોલીસ કમિશનર દ્વારા તમામ અધિકારીઓને જુના વાહન ચોરો પર નજર રાખવા સૂચના આપવામાં આવી હતી. જેને પગલે ક્રાઈમ બ્રાન્ચે મકરપુરા ડેપો નજીકથી પોલીસે સ્કૂટર પર જઈ રહેલા રાજેશ ઉર્ફે રાજુ ગિરધારીલાલ મોતીયાણી (શ્રી રામ ચેમ્બર ચોખંડી હાલ રહે. વ્રજ રેસીડેન્સી, મકરપુરા) પાસે હાર્ડી રોડ વિસ્તારમાંથી ચોરાયેલું સ્કૂટર મળી આવ્યું હતું.

પોલીસની પૂછપરછ દરમ્યાન અગાઉ 15 જેટલા વાહનોની ચોરીમાં પકડાયેલા વાહન ચોર એ છેલ્લા છ મહિનાના ગાળામાં મકરપુરા, બાપોદ અને કુંભારવાડા ફતેપુરા વિસ્તારમાંથી બીજા ત્રણ સ્કૂટર ચોર્યા હોવાની વિગતો બહાર આવી હતી. 

સ્કૂટરોની ચોરી કર્યા બાદ વાહન ચોર તેને બિન વારસી હાલતમાં છોડી દેતો હતો. જેથી પોલીસ ત્રણ સ્કૂટર કબજે કર્યા છે.


Google NewsGoogle News