Get The App

સુરતથી ટ્રેનમાં ચોરીઓ કરવા વડોદરા આવતો અઠંગ ચોર પકડાયો

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
સુરતથી ટ્રેનમાં ચોરીઓ કરવા વડોદરા આવતો અઠંગ ચોર પકડાયો 1 - image

વડોદરાઃ સુરતથી ટ્રેનમાં ચોરીઓ કરવા માટે વડોદરા આવતા અઠંગ ગુનેગારને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.

પોલીસના કહ્યા પ્રમાણે,રેલવે સ્ટેશન પરથી જર્નેલસિંગ રૃપસિંગ ટાંક(એસએમસી ક્વાટર્સ,અલથાણ,સુરત મૂળ રહે.ભેસ્તાન, ઉધના)ને અટકમાં લઇ તપાસતાં તે સુરતથી ટ્રેનમાં વડોદરા આવી ચોરી કરતો હોવાની વિગતો ખૂલી હતી.

જર્નેલસિંગે ગોત્રી,ફતેગંજ ઉપરાંત ગોધરા તેમજ બીજા પોલીસ સ્ટેશનો મળી ચોરી,વાહનચોરી,લૂંટ જેવા ૨૫ જેટલા ગુના આચર્યા હોવાની માહિતી બહાર આવી હતી.


Google NewsGoogle News