વડોદરાની ગોલ્ડન ચોકડી પાસેથી ટ્રક ચોરી ભાગતો વાહન ઉઠાવગીર ૩૦ કિમી દૂર પકડાઇ ગયો

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News
વડોદરાની ગોલ્ડન ચોકડી પાસેથી ટ્રક ચોરી ભાગતો વાહન ઉઠાવગીર ૩૦ કિમી દૂર પકડાઇ ગયો 1 - image

વડોદરાઃ ગોલ્ડન ચોકડી પાસેથી ટ્રક ચોરી કરી ભાગી રહેલા વાહન ઉઠાવગીરને હરણી પોલીસે ઝડપી પાડયો હતો.

યુપીના દિનેશભાઇ પાલે હરણી પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં કહ્યું હતું કે,ગઇ તા.૧૫મીએ મારી ટ્રક ગોલ્ડન ચોકડી પાસે પાર્ક કરી હતી ત્યારે બપોરે ૧ થી ૩ ના ગાળામાં ટ્રક ચોરાઇ હતી.

હરણી પોલીસે તમામ ટોલ નાકા પર તપાસ કરાવી હતી.જે દરમિયાન ટ્રક હાલોલ તરફ ગઇ હોવાનું જણાઇ આવતાં તે દિશામાં તપાસ કરી લગભગ ૩૦ કિમી દૂરથી ચોરેલી ટ્રક સાથે રામપ્રસાદ અશોક બીનઝારા(આઝમ ગઢ,યુપી)ને ઝડપી પાડી રિમાન્ડની તજવીજ કરી છે.


Google NewsGoogle News