એસએસજી હોસ્પિટલ પાસેથી પકડાયેલા વાહન ચોર પાસે ચાર સ્કૂટર ચોરીનો ભેદ ખૂલ્યો
વડોદરાઃ સયાજી વડોદરામાં વાહનોની ઉઠાંતરી કરવાના સંખ્યાબંધ બનાવો બની રહ્યા છે ત્યારે આજે પોલીસને વધુ એક વાહનચોરને પકડવામાં સફળતા મળી છે.
બે દિવસ પહેલાં પોલીસે અપડાઉન કરતા નોકરિયાતોના વાહનો ચોરી રાજસ્થાન વેચી દેવાના નેટવર્કનો પર્દોફાસ કર્યો હતો.ત્યારબાદ વધુ એક વાહનચોર પાસેથી ચાર સ્કૂટર ચોરીનો ભેદ ખૂલ્યો છે.
સયાજી સિવિલ હોસ્પટલના તાત્કાલિક સારવાર વિભાગ પાસેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોરીના સ્કૂટર સાથે કૃષ્ણકાન્ત ઉર્ફે મલ્હાર સાહેબરાવ પાટિલ (પવાર)(રણછોડ નગર,ન્યુ સમા રોડ,મૂળ ધૂળે,મહારાષ્ટ્ર)ને ઝડપી પાડયો હતો.
પોલીસની તપાસ દરમિયાન વાહન ઉઠાવગીરે અલકાપુરી,ભાયલી,કમાટીબાગ સહિતના સ્થળેથી ચાર સ્કૂટર ચોર્યાની વિગતો ખૂલી હતી.