વડોદરાના આજવા રોડના મકાનમાંથી દાગીના અને રોકડની ચોરી કરનાર લબરમુછીયો ચોર પકડાયો

Updated: Apr 11th, 2024


Google NewsGoogle News
વડોદરાના આજવા રોડના મકાનમાંથી દાગીના અને રોકડની ચોરી કરનાર લબરમુછીયો ચોર પકડાયો 1 - image


Theft Case in Vadodara : વડોદરાના આજવા રોડ વિસ્તારમાં તાજેતરમાં થયેલી ચોરીના બનાવમાં પોલીસે લબરમુછીયા ચોરને ઝડપી પાડ્યો છે.

આજવા રોડની વ્રજભૂમિ સોસાયટીના એક મકાનમાં સાડા ચાર મહિના પહેલા બનેલા ચોરીના બનાવમાં ચોરો સાડા ત્રણ લાખ ઉપરાંતની મતા ચોરી ગયા હતા. આ બનાવમાં પોલીસે એક સાગરીતને ઝડપી પાડ્યો હતો.

પકડાયેલા ચોર પાસે મળેલી માહિતીને પગલે પોલીસે મુખ્ય સૂત્રધાર એવા 18 વર્ષના વિકાસ દેવીપુજકને ગોલ્ડન ચોકડી પાસેથી ઝડપી પાડ્યો છે. ચોરી કર્યા બાદ તે પંચમહાલ અને રાજસ્થાન ભાગી ગયો હતો. ગઈકાલે વડોદરા આવતા જ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે તેને દબોચી લીધો હતો.


Google NewsGoogle News