વડોદરામાં દક્ષિણ ભાગના તરસાલી વિસ્તારમાં બે દિવસ પાણીનો કકળાટ સર્જાશે

Updated: Jan 1st, 2024


Google NewsGoogle News
વડોદરામાં દક્ષિણ ભાગના તરસાલી વિસ્તારમાં બે દિવસ પાણીનો કકળાટ સર્જાશે 1 - image


- કાલે સાંજે અને બુધવારે સવારે પાણી નહીં મળતા 50 હજાર લોકોને અસર

વડોદરા,તા.1 જાન્યુઆરી 2024,સોમવાર

વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં તરસાલી ટાંકીના કમ્પાઉન્ડમાં ફીડર લાઇનના સંપ સાથે જોડાણની કામગીરી આવતીકાલે તા.2 જીએ કરવાની છે. જેથી તરસાલી ટાંકીથી પાણી મેળવનારા સ્થાનિકોને મંગળવારે સાંજે અને બુધવાર તા.3 ની સવારે પાણી મળશે નહીં. કામગીરી પૂર્ણ થવાથી તા.3 જીએ સાંજે પાણી ઓછા પ્રેસરથી અને મોડેથી અપાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકાના પાણી પુરવઠા શાખા દ્વારા શહેરના દક્ષિણ વિસ્તારમાં તરસાલી ટાંકીના કમ્પાઉન્ડમાં 600 મીની વ્યાસની ફીડર લાઈનના સંપ સાથે જોડાણની કામગીરી કરવાની છે. જેથી આવતીકાલે મંગળવાર, તા.2 જીએ સવારના પાણીના વિતરણના સમય બાદ આ કામગીરી હાથ ધરવાની છે. જેથી તરસાલી ટાંકીથી પાણી મેળવતા વિસ્તારોમાં તા. 2 જી મંગળવારે સાંજના સમયે અને તા.3 ને બુધવારે સવારે પાણી વિતરણ કરવામાં આવશે નહીં ઉપરાંત તા.3 જીએ બુધવારે સાંજના સમયનું પાણી ઓછા દબાણથી અને ઓછા સમય માટે આપવામાં આવશે. જેથી સ્થાનિકોએ પાણીની અલાયદી વ્યવસ્થા કરવા પાલિકા તંત્ર દ્વારા જણાવ્યું છે.


Google NewsGoogle News