રવિશંકર પાસેથી તમારા ડોક્યુમેન્ટ મળ્યા છે...મુંબઇ પોલીસના નામે ડિજિટલ એરેસ્ટનો તખ્તો તૈયાર કર્યો,પણ ના ફાવ્યા
ઓનલાઇન ઠગોએ ડિજિટલ એરેસ્ટના નામે ઠગાઇનો નવો ખેલ શરૃ કર્યો છે ત્યારે વડોદરાની એક ખાનગી કંપનીના કર્મચારીને ગઇકાલે વહેલી સવારે મુંબઇ પોલીસના નામે કોલ મળ્યો હતો.જો કે આ કર્મચારી સમજી ગયા હતા અને તેમણે પછી નિરાંતે વાત કરીશું તેમ કહી ફોન કટ કરી દેતાં કોલ કરનાર ટોળકી સમજી ગઇ હતી.
ડિજિટલ એરેસ્ટના નામે ઠગ ટોળકી દ્વારા તાજેતરમાં એક મહિલા પાસે રૃ.એક લાખ પડાવી લેવામાં આવ્યા હોવાનો કિસ્સો બનતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.આ પ્રકારના કોલ્સ હજી પણ લોકોને મળી રહ્યા છે અને ખુદ વડાપ્રધાને પણ ડિજિટલ એરેસ્ટના કેસો થી એલર્ટ રહેવા અપીલ કરી હતી.
ગઇકાલે સવારે ૮ વાગ્યાના અરસામાં વાઘોડિયારોડ વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં ફરજ બજાવતા એક કર્મચારીને આવો જ કોલ મળ્યો હતો.જેમાં કોલ કરનારે તેનું નામ જણાવ્યું નહતું અને રવિશંકરના કેસમાં તેના મકાનમાંથી સંખ્યાબંધ ડોક્યુમેન્ટ મળ્યા છે.જેમાં તમારા એસબીઆઇના એકાઉન્ટનો ઉપયોગ થયો છે અને તમારા ફેક ડોક્યુમેન્ટનો પણ મળ્યા છે.
હકિકતમાં આ કર્મચારીનું એસબીઆઇમાં એકાઉન્ટ છે જ નહિ.જેથી તેઓ સમજી ગયા હતા અને રિસ્પોન્સ આપ્યો નહતો.ઠગોએ કહ્યું હતું કે,રવિશંકરને ૫મી ઓક્ટોબરે એરેસ્ટ કર્યો હતો.તમે કેવી રીતે ઓળખો છો?હાલમાં મુંબઇમાં છો?ગુજરાતમાં છો તો શું કામ કરો છો?જો તમે ડોક્યુમેન્ટ આપ્યા નથી તો આ ડોક્યુમેન્ટ ક્યા કારણસર આપો છો તેનું કારણ અને તારીખ કેમ મેન્શન કર્યા નથી ?
જેથી કર્મચારીએ ગોળગોળ જવાબો આપી પછી નિરાંતે વાત કરીશું તેમ કહી ફોન કટ કરી દીધો હતો.ત્યારપછી પોલીસના નામે વાત કરતા ઠગોનો કોલ આવ્યો નહતો.
કોલ કરનારે પોતાની ઓળખ ના આપી, તેના ઉપરીએ સજ્જન મૂલસિંગ નામ કહ્યું
સામાન્ય રીતે પોલીસ કર્મચારી પોતાની ઓળખ આપીને વાત કરતા હોય છે.પરંતુ ખાનગી કર્મચારીને કોલ કરનારે પોતાની ઓળખ આપી નહતી.
અંધેરી પોલીસના નામે કોલ કરનાર વ્યક્તિએ કહ્યું કે,આપ કીસી રવિશંકર કો જાનતે હો,૫ ઓક્ટોબર કો ઉનકો એરેસ્ટ કીયા ગયા હૈ.ઉસકે ઘરકી તલાશી મેં આપકા ડોક્યુમેન્ટ મિલા હૈ.આપ કોલ ચાલુ રખીએ.
ત્યારબાદ ઉપરી અધિકારીએ મેં સજ્જન મૂલસિંગ બોલ રહાહું તેમ કહી કહ્યું હતું કે,આપને રાકેશસિંગ સે બાત કી હૈ.આપ કેસ મેં ક્યા સમજે?