મેશ્વો નદીમાંથી મગર બહાર આવતાં લોકોમાં ફફડાટ વ્યાપ્યો
વડોદરા બાદ હવે દહેગામ પાસે પસાર થતી
શહેર અને તાલુકામાં વરસાદ બાદ વિકટ પરિસ્થિતિ
ભારે વરસાદમાં નદીઓ ઓવરફ્લો થતી હોય છે. ત્યારે મેશ્વો
નદીમાં પણ જો ભારે વરસાદનું પાણી એકઠું થાય તો આ નદી પણ છલકાતી હોય છે. આવી
સ્થિતિમાં નદીમાં વસવાટ કરતા મગરો શહેરની સડકો પર આવી ગયા છે.
શહેરમાં ભારે વરસાદ બાદ ખુબ ખરાબ પરિસ્થતિ જોવા મળી રહી છે.
જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. જો કે આ બધા વચ્ચે ભારે વરસાદને
પગલે મેશ્વો નદીમાંથી મગર બહાર આવ્યો છે. અને મગરને જોવા લોકોના ટોળેટોળા ઉમટી
પડયા હતા.
મગર શિડયૂલ-૧નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ એના
કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે, તેથી એની
વિઝિબિલિટી ૬૦થી ૭૦ ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી
કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે
છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો
કરે છે.