Get The App

ગર્ભપાત માટે પ્રેમી-પ્રેમિકામાં અંટસ પડતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
ગર્ભપાત માટે પ્રેમી-પ્રેમિકામાં અંટસ પડતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો 1 - image

વડોદરાઃ વડોદરાના એક પ્રેમી અને પ્રેમિકા વચ્ચે ગર્ભપાત કરાવવાના મુદ્દે અંટસ પડતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચે તેવી સ્થિતિ સર્જાઇ છે.

ત્રણ વર્ષથી એકબીજાના પ્રેમમાં પડેલા યુવક-યુવતીએ શારીરિક સબંધ બાંધતા યુવતી ગર્ભવતી બની હતી.પાંચ મહિના થઇ જતાં તેના પરિવારને જાણ થઇ હતી.જેથી તેની માતાએ  ગર્ભપાત કરાવવા માટે આગ્રહ રાખતા યુવતી તૈયાર થઇ હતી.

સામે પક્ષે યુવકે વિરોધ કર્યો હતો અને યુવતી તેમજ તેમના  બંનેના બાળકને સ્વીકારવા તૈયારી બતાવી હતી.પરંતુ યુવતી ગર્ભપાત માટે મક્કમ રહી હતી અને હોસ્પિટલમાં પહોંચી જતાં યુવકે અભયમની મદદ લીધી હતી.અભયમે બંને પક્ષે કાઉન્સેલિંગ કર્યું હતું અને આખરે પોલીસની મદદ લેવા માટે સૂચન કર્યું હતું.


Google NewsGoogle News