મારી માનેલી દીકરી અને મારી પત્ની વચ્ચે ઇશ્યૂ ચાલે છે, દીકરી બહુ આપદા પાડે છે
મેં કોમલને કહ્યું કે, તારા પિતા મૂરજાણી ભાઇનું વડોદરામાં આટલું મોટું નામ છે તમારી વાત બજારમાં ફરતી થાય તે સારૃં ના કહેવાય
વડોદરા,ઢોલાર ગામમાં આવેલા માતાજીના મંદિરે મૂરજાણીભાઇ તેમના પત્ની અને દીકરી સાથે કાયમ જતા હતા. કોમલ અને મૂરજાણીભાઇની પત્ની વચ્ચે ચાલતા ઇશ્યૂ અંગે તેમણે અવાર - નવાર બંનેને સમજાવ્યા હતા. પરંતુ, કોમલ સમજવા તૈયાર ના થઇ અને છેવટે મૂરજાણીભાઇને અંતિમ પગલું ભરવું પડયું હતું.
ડભોઇના ઢોલાર ગામમાં માતાજીના મંદિરે પુરૃસોત્તમ .વી. મૂરજાણી કાયમ જતા હતા. મંદિરમાં ભૂવા તરીકે સેવા પૂજા કરતા હરિભાઇ રબારીનું કહેવું છે કે, આ મંદિરે પી.વી. મૂરજાણી કેટલા સમયથી આવતા હતા. તેની મને ખબર નથી. પંરતુ, છેલ્લા ચાર મહિનાથી તેઓને હું ઓળખતો થયો હતો.દિવાળીના દિવસે મૂરજાણીભાઇનો મારા પર કોલ આવ્યો હતો કે, તમે અમારા પેટ્રોલપંપ પર પૂજા કરવા આવો. મેં ના પાડી હતી. તેમના સતત આગ્રહના કારણે હું ત્યાં ગયો હતો. ત્યારબાદ લાભ પાંચમના દિવસે બપોરે દોઢ વાગ્યે તેમનો કોલ આવ્યો હતો કે, અમે નવી કાર લીધી છે.તમે પૂજા કરવા આવો. હું બહાર હતો. મેં ના પાડી હતી. પરંતુ, તેઓએ કહ્યું કે, મહા સંકટ છે. તમે આવો તો સારૃં. તેઓના આગ્રહથી હું સવા પાંચ વાગ્યે શો રૃમ પર ગયો હતો. મેં કારની પૂજા કરી હતી. ત્યારબાદ તેમણે કહ્યું કે, મારી માનેલી દીકરી અને મારી પત્ની વચ્ચે ઇશ્યૂ ચાલે છે. તેમના કહેવાથી મેં તેમની દીકરી કોમલને પણ સમજાવી હતી. પરંતુ, મૂરજાણીએ વિગતવાર કોઇ વાત કરી નહતી. તે દિવસે મને ખબર પડી કે, કોમલ તેઓની ખોળે લીધેલી દીકરી છે.બીજે દિવસે ફરીથી મૂરજાણીભાઇનો કોલ આવ્યો હતો કે, દીકરી ખૂબ આપદા પાડે છે. તમે સમજાવો. તેઓ ઢોલાર મંદિરે આવ્યા હતા. મૂરજાણીનું મોંઢું જોઇને મેં કહ્યું કે, તમે ભૂખ્યા લાગો છો. તમે જમી લો. ત્યારબાદ મેં કોમલને સમજાવી કે, બાપ જોડે આવું વર્તન ના કરાય.તમારી ગાડી છે. નવું વ્હીકલ લીધું હોય તો ખુશ થવાનું હોય. તું ભલે એમને મમ્મી માને કે ના માને પણ તારે આમને બાપ તરીકે રાખવા પડે. ત્યારબાદ તેઓ જતા રહ્યા હતા. તે દિવસે બપોર પછી હું માંજલપુરમાં મારી બહેનના ઘરે ભાઇબીજ કરવા ગયો હતો. રાતે સાડા આઠ વાગ્યે મૂરજાણીનો કોલ આવ્યો કે, તમે મારી દીકરીને સમજાવો. તમે સમજાવી છતાંય માનતી નથી. મે કીધું કે, સાહેબ અમારી ફરજમા ંઆવતું હતું. એટલું મેં કીધુ. તમારા નજીકના માણસને બોલાવી સમજાવો. તેમણે કહ્યું કે, પણ આ કોમલ તો ગાડીમાંથી ઉતરી ભાગે છે.મેં છોકરી જોડે ફોન પર વાત કરી કે, છોકરી મૂરજાણી સાહેબનું વડોદરામાં આટલું મોટું નામ છે. તું એમને રસ્તા વચ્ચે દોડાવે. તે સારું ના કહેવાય ? તમારી વાત બજારમાં થાય તો બધા રાજી થાય. તે સારૃં કહેવાય ? . આ છોકરી તેઓને જોઇને ભાગતી હતી.અમે સુશેન સર્કલ ભેગા થયા હતા. તમે બાપ દીકરી છો. તમારેે બેસીને સમાધાન કરી લેવું જોઇએ.મેં કોમલને કહ્યું કે, બાપ - દીકરી સાથે બેસીને રસ્તો કાઢો. આવું ના કરાય. તેઓને સમજાવીને ઘરે મોકલી દીધા હતા.
શુક્રવારે રાતે ૧૧ વાગ્યે કોમલે ભૂવાને કોલ કર્યો કે, આવું થયું
વડોદરા,ભૂવા હરિભાઇએ કહ્યું કે, ગઇકાલે હું ગઢડા ગયો હો. ત્યાંથી પરત આવતા સમયે મને મૂરજાણીભાઇના આપઘાતની જાણ થઇ.
રાતે અગિયાર વાગ્યાના અરસામાં છોકરીનો મારા પર રાતે મોડા કોલ આવ્યો કે, આવું થયું. મેં તેનેકહ્યું કે, તને શરમ આવે છે ? તમને આટલા સમજાવ્યા તો પણ તમારા મગજમાં વાત ના ઉતરી. તમે સહેજ પણ અમારા શબ્દો ધ્યાને ના લીધા. મેં છોકરીને સખત શબ્દો કહ્યા હતા. તમે સીધા ત્યાં જતા રહો. તારો બાપ છે.તારે ત્યાં જવાની ફરજ છે. આખો મેસેજ વાંચ્યો ત્યારે મને ખબર પડી. મને મૂરજાણીભાઇ કે દીકરીએ આવી કોઇ વાત કરી નહતી.