પી.એસ.વાય ગુ્રપના એકાઉન્ટન્ટની નજર ચૂકવી કારમાંથી રૃા.૧૯.૭૮ લાખની ચોરી

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
પી.એસ.વાય ગુ્રપના એકાઉન્ટન્ટની નજર ચૂકવી કારમાંથી રૃા.૧૯.૭૮ લાખની ચોરી 1 - image


સેક્ટર-૩ની આંગડિયા પેઢીમાંથી બિલ્ડરના ઘરે જતા સમયે

બાઈક ઉપર આવેલા ગઠિયાએ અકસ્માત કર્યો છે તેમ કહી ઉભા રાખ્યા,બીજાએ રૃપિયા ચોર્યા : પોલીસની દોડધામ

ગાંધીનગર :  ગાંધીનગરના જાણીતા પી.એસ.વાય ગુ્રપના એકાઉન્ટન્ટની નજર ચૂકવીને બાઈક ઉપર આવેલા ગઠીયાઓ દ્વારા ૧૯.૭૮ લાખ રૃપિયાની ચોરી કરી લેવામાં આવી હોવાની ઘટના બહાર આવી છે. આંગડિયા પેઢીમાંથી રૃપિયા ઉપાડીને બિલ્ડરના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન સેક્ટર ૭ પાસે આ ઘટના બની હતી.

પાટનગર ગાંધીનગર શહેરમાં ચોરીની ઘટનાઓમાં સતત વધારો નોંધાયો છે ત્યારે આ વખતે જાણીતા પી.એસ.વાય ગ્પના એકાઉન્ટન્ટ પાસેથી ૧૯.૭૮ લાખની રકમ ચોરી લેવાની ઘટના પ્રકાશમાં આવી છે. જે સંદર્ભે મળતી વિગતો પ્રમાણે પ્રતીક મોલ ખાતે આવેલી પી.એસ.વાયની ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા પિયુષ વીરસિંહ મકવાણા ગઈકાલે સાંજના સમયે તેમની ઓફિસમાં હાજર હતા. તે દરમિયાન સેક્ટર ૩ ખાતે આવેલી એચ એમ આંગડિયા પેઢીમાંથી ફોન આવ્યો હતો અને તેમની ઓફિસના ૧૯.૭૮ લાખ રૃપિયાનું આંગળીયુ લઈ જવા માટે જણાવવામાં આવ્યું હતું. જેના કારણે તેઓએ તેમના શેઠ નિલયભાઈ દેસાઈને જાણ કરી હતી અને તેમણે સેક્ટર ૨૧ ખાતે આવેલા તેમના મકાનમાં આ રૃપિયા આપી દેવા માટે કહ્યું હતું. જેથી પિયુષભાઈ સેક્ટર ૩ ખાતે ગયા હતા અને ત્યાંથી આ રૃપિયા લઈને તેમની કારમાં આગળની બાજુ સીટ નીચે મૂક્યા હતા. આ દરમિયાન જ સેક્ટર ૭ પાસે એક બાઈક ચાલક તેમની કારની આગળ આવીને ઊભો રહી ગયો હતો અને કેમ મને બાઈક અથડાવ્યૂ તેમ કહીને ઝઘડવા લાગ્યો હતો. આ દરમિયાન આ બાઈક ચાલકે તેમને નીચે ઉતરવા દીધા ન હતા અને માથું પકડી રાખ્યું હતું ત્યારબાદ તે બાઈક લઈને ત્યાંથી નીકળી ગયો હતો. જો કે આ દરમિયાન જ તેમણે સીટ નીચે તપાસ કરતા રૃપિયા જણાયા ન હતા અને આ ગઠીયો ઝઘડો કરી રહ્યો હતો તે દરમિયાન તેનો સાગરીત રૃપિયા લઈ ગયાનો અંદાજ આવી ગયો હતો. જેથી આ સંદર્ભે તેમના શેઠ અને પોલીસને જાણ કરતા આ ગઠીયાઓની શોધખોળ શરૃ કરવામાં આવી છે. 


Google NewsGoogle News