બાઈકનો હપ્તો બાઉન્સ થયો છે તેમ કહી બે ગઠિયા બાઈક લઈ રફુચક્કર

Updated: Mar 11th, 2024


Google NewsGoogle News
બાઈકનો હપ્તો બાઉન્સ થયો છે તેમ કહી બે ગઠિયા બાઈક લઈ રફુચક્કર 1 - image

image : Freepik

વડોદરા,તા.11 માર્ચ 2024,સોમવાર

વડોદરા જુના પાદરા રોડ વિસ્તારમાં એક યુવકને વાતોમાં ફસાવી બે ગાંઠીયા તેની બાઈક લઈ ફરાર થઈ ગયા હોવાનું બનાવ બન્યો હતો.

ડભોઇ રીંગ રોડ પર ગોકુળ વાટીકા ખાતે રહેતા અને કાલાઘોડા નજીક સ્ટોરમાં નોકરી કરતા વિષ્ણુ પરમાર નામના યુવકે પોલીસને કહ્યું છે કે, ગઈ તા.7મી એ સવારે હું મારી મોટરસાયકલ લઇ મનીષા ચોકડી ખાતે રહેતા મારા દાદીને ત્યાં મળવા ગયો હતો.

લગભગ પોણા દસ એક વાગે હું રોડની સાઈડ પર બાઈક ઉભી રાખી ઉભો હતો તે દરમિયાન બે યુવકો મારી પાસે આવ્યા હતા અને રિકવરી એજન્ટ તરીકે ઓળખાણ આપી તમારી મોટરસાયકલના હપ્તા બાઉન્સ થયા છે હમણાં જ સગવડ કરવી પડશે તેમ કહી ફોટો બતાવ્યો હતો.

મેં મારા દાદી અને બહેનને ફોન કર્યા હતા પરંતુ રૂપિયાની સગવડ થઈ ન હતી જેથી બંને યુવક મારી મોટરસાયકલ લઈને ચાલ્યા ગયા હતા. બીજા દિવસે બાઈકના શો રૂમ પર જઈ તપાસ કરતા

 તેમણે એક હપ્તામાં મોટરસાયકલ સીઝ કરવામાં આવતી નથી તેમ કહ્યું હતું. જેથી મેં એચડીએફસીના ગોડાઉન પર પણ તપાસ કરી હતી પરંતુ મોટરસાયકલ મળી ન હતી. જેથી બંને ગઠીયા બાઇક લઈને ફરાર થઈ ગયા હોવાથી પોલીસે ગુનો નોંધ્યો છે.


Google NewsGoogle News