Get The App

સાસરીમાં ગયેલા વેપારીના ફ્લેટમાં રોકડ, દાગીનાની ચોરી

બારીનો કાચ તોડીને અંદર પ્રવેશેલા ચોરે તિજોરીમાંથી ચોરી કરી

Updated: Jul 3rd, 2024


Google NewsGoogle News
સાસરીમાં ગયેલા વેપારીના ફ્લેટમાં રોકડ, દાગીનાની ચોરી 1 - image

વડોદરા, તા.3 શહેરના યાકુતપુરા વિસ્તારમાં સાસરીમાં મહારાષ્ટ્ર ગયેલા વેપારીના ફ્લેટને નિશાન બનાવી તિજોરીમાં મૂકેલ રોકડ અને દાગીના મળી કુલ રૃા.૧.૦૮ લાખની ચોરી થઇ હતી.

આ અંગેની વિગત એવી છે કે અજબડીમીલ ખાતે હજરત એપાર્ટમેન્ટમાં રહેતો શોએબ અબ્દુલ મલેક ભંગાર ગાડીઓની લે-વેચનો વ્યવસાય અને તેની પત્ની રેશ્મા કોલ સેન્ટરમાં નોકરી કરે છે. તા.૩૦ના રોજ વહેલી સવારે શોએબ પત્નીને લઇને મહારાષ્ટ્રમાં સાસરીમાં ગયો  હતો અને તા.૧ની રાત્રે નવ વાગે તેઓ પરત ફર્યા હતાં. બાદમાં રાત્રે બંને યાકુતપુરા ખાતે અલકસવા એપાર્ટમેન્ટના ફ્લેટમાં ઊંઘવા ગયા ત્યારે બારીના સળિયા તૂટેલા જણાયા હતાં.

ઘરમાં સામાન વેરવિખેર ન હતો પરંતુ તિજોરીનો એક દરવાજો તૂટેલો હતો અને અંદર મૂકેલ એક લાખ રોકડ તેમજ સોનાની કાનની બુટ્ટી મળી કુલ રૃા.૧.૦૮ લાખની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે સિટિ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.




Google NewsGoogle News