Get The App

સુભાનપુરાના બે મકાન અને નિઝામપુરાની દુકાનમાં ચોરીઃCCTV ના વાયરો કાપ્યા છતાં કેદ થઇ ગયા

Updated: May 11th, 2024


Google NewsGoogle News
સુભાનપુરાના બે મકાન અને નિઝામપુરાની દુકાનમાં ચોરીઃCCTV ના વાયરો કાપ્યા છતાં કેદ થઇ ગયા 1 - image

વડોદરાઃ સુભાનપુરા વિસ્તારમાં બે મકાનો અને નિઝામપુરાની ચશ્માની દુકાનમાં ત્રાટકેલા ચોરો દાગીના અને રોકડ રકમ મળી કુલ રૃ.પાંચ લાખથી વધુ મત્તાની ચોરી કરી ગયા હોવાનો બનાવ બન્યો છે.જો કે ગોરવામાં બનેલા બનાવ અંગે સાંજ સુધી ગુનો નોંધાયો નથી.

સુભાનપુરાની માતૃછાયા સોસાયટીમાં રહેતા મિનેષભાઇ પરમાર ગઇરાતે પરિવારજનો સાથે મકાનના પહેલા માળે સૂતા હતા ત્યારે ત્રણ ચોરો તેમના મકાનનો નકૂચો તોડી પ્રવેશ્યા હતા.ચોરોએ ઉપરના માળે દરવાજો પાછળથી બંધ કરી દીધો હતો અને ચાર તોલા જેટલા દાગીના અને રોકડા રૃ.૨૫ હજાર ચોરી ગયા હતા.તેઓ બાજુના મકાનમાં રહેતા મિનેષભાઇના ફોઇને ત્યાં પણ આવી જ રીતે સોનાનો સેટ અને ચારેક લગડી ચોરી ગયા હતા.

ગોરવા પોલીસ બનાવના સ્થળે આવી હતી પરંતુ મોડીસાંજ સુધી  ફરિયાદ નોંધી નહતી.સીસીટીવીમાં ત્રણેક ચોર નજરે પણ પડયા છે.

આવી જ રીતે નિઝામપુરાના અર્પણ કોમ્પ્લેક્સમાં આવેલા ઓપ્ટિક હાઉસમાં પણ ચોર ત્રાટક્યો હતો.દુકાનદાર રમેશભાઇ પટેલે પોલીસ ફરિયાદમાં કહ્યું છે કે,રાતે બે વાગ્યાના અરસામાં શટરનું તાળું તોડી ઘૂસેલો બુકાનીધારી અને સફદ કપડાં પહેરેલ ચોર કેમેરામાં કેદ થયો છે.તેણે એક કેમેરાના વાયર કાપ્યા હતા અને બીજો કેમેરો વાળી દીધો હતો અને ડ્રોઅરમાંથી રોકડા રૃ.૧.૯૫ લાખ ચોરી ગયો હતો.ફતેગંજ પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News