વારસિયામાં સાંજે વૃધ્ધાના ઘરમાંથી દાગીનાની ચોરી

અટલાદરાના બંગ્લોઝમાં ચોરો બે કિલો ચાંદી, રોકડ સહિતની મત્તા ઉઠાવી ગયા

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
વારસિયામાં સાંજે વૃધ્ધાના ઘરમાંથી દાગીનાની ચોરી 1 - image

વડોદરા, તા.8 શહેરના વારસિયા વિસ્તારમાં સાંજના સુમારે તેમજ અટલાદરાની સોસાયટીમાં પુત્રની સાથે મુંબઇ રહેવા ગયેલા વૃધ્ધ પિતાના ઘેર ત્રાટકેલા ચોરો લાખોની મત્તા ઉઠાવી ગયા હતાં.

આ અંગેની વિગત એવી છે કે વારસિયા વિસ્તારમાં એસ.કે. કોલોનીમાં રહેતા કમલબહેન કનૈયાલાલ કરમચંદાણી (ઉ.વ.૬૮) પતિના મૃત્યુ બાદ એકલા રહે છે તેમની પુત્રીના લગ્ન થયા હોવાથી તે સાસરીમાં છે. તા.૩ના રોજ તેઓ ઘરના મુખ્ય દરવાજા અને ગેટને લોક મારી સાંજે ચાર વાગે ભાયલી ખાતે દર્શનમ પેન્ડોરા ટાઉનશિપમાં બુધ્ધિજમ તરફથી રાખવામાં આવેલી મિટિંગમાં ગયા હતાં અને સાડા સાત વાગે પરત ફર્યા ત્યારે ઉપરના માળની રૃમનો દરવાજો ખોલીને જોતા કબાટ ખુલ્લું જણાયું હતું તેમજ ડ્રોઅરો પણ બહાર કાઢીને મૂકેલા હતાં. કોઇ ચોરે ઘરમાં પ્રવેશીને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૃા.૧.૯૫ લાખની મત્તા ચોરી કરી હતી. આ અંગે વારસિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચોરીના અન્ય બનાવમાં અટલાદરામાં મહારાજા ચાર રસ્તા પાસે સાંઇસર્જન બંગ્લોઝમાં રહેતા રિધ્ધિશ સંદિપભાઇ જાની વિઝા કન્સલ્ટિંગનું કામ કરે છે. તા.૫ના રોજ તેમના પિતા બંગલાને તાળુ મારી મુંબઇ આવ્યા હતા અને ત્યાં રોકાયા હતાં. તા.૭ના રોજ સવારે તેમના ઘેર કામ માટે આવતી મહિલા અર્પિતા પંડયાએ ફોન કરીને જણાવેલ કે દરવાજાનું લોક તૂટેલું છે તેમજ સામાન વેરવિખેર જણાય છે અને ચોરી થઇ હોયે તેમ લાગે છે. બાદમાં રિધ્ધિશે મુંબઇથી વડોદરા આવીને જોયું તો રૃા.૫૦ હજાર રોકડા, કેમેરો, બે કિલો ચાંદી મળી કુલ રૃા.૧.૬૦ લાખની મત્તા ચોરી થઇ હોવાનું જણાયું હતું. ચોરીના આ બનાવ અંગે જે.પી.રોડ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.




Google NewsGoogle News