હરણી વારસિયા રીંગ રોડની સોસાયટીમાં ધોળે દહાડે ચોરી

ચોર ટોળકી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી ૧.૮૩ લાખની મતા લઇ ગઇ

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
હરણી વારસિયા રીંગ રોડની સોસાયટીમાં ધોળે દહાડે ચોરી 1 - image

વડોદરા,હરણી વારસિયા રીંગ રોડ પરની પંચશીલ સોસાયટીના બંધ મકાનના તાળા તોડીને ચોર ટોળકી સોના ચાંદીના દાગીના અને  રોકડા મળી કુલ ૧.૮૩ લાખની મતા ચોરી ગઇ હતી.

હરણી વારસિયા રીંગ રોડ પર પંચશીલ ટેનામેન્ટમાં ભાડેથી રહેતા ધુ્રવકુમાર પરસોત્તમભાઇ પટેલ સોનાના દાગીના બનાવવાનું કામ કરે છે. ગત ૧૫ મી જુલાઇએ બપોરે દોઢ વાગ્યે તેઓ માતા શાંતાબેન તથા પત્ની જીજ્ઞાાસાબેન સાથે મકાનને તાળું મારીને હરણી વારસિયા રીંગ રોડની સંગમ સોસાયટીમાં રહેતા સંબંધીના ઘરે ગયા હતા. ત્યાં જમીને બપોરે સાડા ત્રણ વાગ્યે તેઓ ઘરે પરત આવ્યા હતા. મકાનનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા તે અંદરથી બંધ હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી, મકાનની પાછળ જઇને તપાસ કરતા પાછળનો દરવાજો તૂટેલો હતો. ઘરમાં જઇને તપાસ કરતા તિજોરીનો દરવાજો ખુલ્લો હતો તેમજ સામાન વેરવિખેર હાલતમાં હતો. ચોર ટોળકી ઘરમાંથી સોનાનું મંગળસૂત્ર, બુટ્ટી તથા ચાંદીના દાગીના મળી કુલ  રૃપિયા ૧.૮૩ લાખની મતા ચોરી ગઇ હતી. 


Google NewsGoogle News