Get The App

ભરબપોરે ચોરી સારવારના બહાને આવેલો ગઠિયો ક્લિનિક પરથી રોકડ ઉઠાવી ગયો

બે ગઠિયા પૈકી એક બહાર ઊભો હતો ઃ ડોક્ટરે સીસીટીવી ફૂટેજ પણ પોલીસને સોંપ્યા

Updated: Nov 27th, 2024


Google NewsGoogle News
ભરબપોરે ચોરી  સારવારના બહાને આવેલો ગઠિયો ક્લિનિક પરથી રોકડ ઉઠાવી ગયો 1 - image

વડોદરા, તા.27 વાઘોડિયારોડ પર મહેશ કોમ્પ્લેક્સ સામે આવેલી એક ક્લિનિકમાં ભર બપોરે પ્રવેશી એક ગઠિયો મોબાઇલ તેમજ ટેબલના ખાનામાં મૂકેલ રૃા.૪૦ હજાર રોકડ ઉઠાવી બહાર સ્કૂટર પર ઊભેલા અન્ય ગઠિયા સાથે ફરાર થઇ ગયો હતો.

આ અંગેની વિગત એવી છે કે કપુરાઇ ગામમાં આવેલી કેસર સોસાયટીમાં રહેતા ડો.પ્યાર પિંકેશ રાઠવા વાઘોડિયારોડ પર મહેશ કોમ્પ્લેક્સ સામે ધ હોપ મલ્ટી સ્પિશિયાલિટિ ક્લિનિક ચલાવે છે. ગઇકાલે બપોરે તેઓ બોડેલી ગયા હતાં અને ક્લિનિક પર એક નર્સ હતાં. બપોરે બે વાગ્યાની આસપાસ નર્સ અનિતાબેન રાજપુત ક્લિનિકનું શટર બંધ કરીને સામેની દુકાન પર છાશ લેવા માટે ગયા  હતાં.

અનિતાબેન પરત આવ્યા ત્યારે ક્લિનિકનું શટર ખુલ્લું હતું જેથી અંદર જઇને જોતા ટેબલ પાસે એક શખ્સ ઊભો હતો તેની પૂછપરછ કરતાં આંગળી પર પરૃ નીકળતું હોવાથી ડ્રેસિંગ કરાવવા તેમજ પગે બતાવવાનું છે તેમ કહ્યું હતું. નર્સે ડોક્ટર સાંજે પાંચ વાગે આવશે તેમ કહેતાં તે શખ્સ જતો રહ્યો હતો. બાદમાં નર્સે તપાસ કરતાં ટેબલ પર મૂકેલો મોબાઇલ અને ટેબલના ખાનાનું લોક તોડીને અંદરથી રૃા.૪૦ હજાર રોકડા ચોરી થઇ હોવાનુ જણાયું હતું. સીસીટીવી દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું  હતું કે સફેદ ટુ વ્હિલર પર આવેલ શખ્સ ચોરી કરીને બહાર નીકળી ટુ વ્હિલર પર બેસેલ બીજા શખ્સ સાથે જતો રહ્યો હતો. આ બનાવની પાણીગેટ પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.




Google NewsGoogle News