ભાયલીમાં ભરબપોરે ચોરો ઘરમાંથી દાગીના ઉઠાવી ગયા

ઘરના સભ્યો નોકરી પર ગયા અને ચોરોએ નકૂચો તોડી અંદર પ્રવેશી તિજોરીમાં સાફસૂફી કરી

Updated: Dec 11th, 2023


Google NewsGoogle News
ભાયલીમાં ભરબપોરે ચોરો ઘરમાંથી દાગીના ઉઠાવી ગયા 1 - image

વડોદરા, તા.11 વડોદરા નજીક ભાયલીમાં અર્બન રેસિડેન્સીમાં ભર બપોરે ઘરનું તાળું તોડી તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી થઇ હતી.

આ અંગેની વિગત એવી છે કે ભાયલીમાં અર્બન રેસિડેન્સી ખાતે રહેતા વિજય બચુભાઇ પરમાર તેમજ તેમના પત્ની બંને સવારે નોકરી પર જવા માટે નીકળ્યા હતાં જ્યારે થોડા સમય પછી તેમનો પુત્ર હાર્દિક પણ ઘરમાં લોક મારીને સાઇટ પર નોકરી ગયો  હતો. બપોરે સાડા બાર વાગે વિજય અને તેમના પત્ની બંને ઘેર પરત આવ્યા ત્યારે ઘરના દરવાજાનો નકૂચો કોઇ સખત પદાર્થથી  તૂટેલો જણાયો હતો.

બાદમાં દરવાજો ખોલી અંદર જઇને જોતા તિજોરીને મારેલું લોક પણ તોડેલું જણાયું હતું અને તિજોરીના ડ્રોઅરમાં પીળા રંગની થેલીમાં મૂકેલા રૃા.૭૨ હજાર કિંમતના દાગીનાની ચોરી થઇ હોવાનું જણાયું હતું. આ અંગે વિજયભાઇએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




Google NewsGoogle News