મકરપુરા જી.આઇ.ડી.સી.ની બે ફેક્ટરીમાંથી ચોરી

પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૃ કરી

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News

 મકરપુરા જી.આઇ.ડી.સી.ની બે ફેક્ટરીમાંથી ચોરી 1 - imageવડોદરા,મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલી બે ફેક્ટરીમાંથી ચોર ટોળકી ૫૯૦ કિલો વજનની પ્લેટ ચોરી ગયા હતા. જે અંગે માંજલપુર પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી છે.

મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલી માં ઇન્ડસ્ટ્રીઝમાંથી  ગત તા.૨૯મી ની રાતે ચોર ટોળકી કંપાઉન્ડમાંથી કટીંગ કરેલા ૩૧૦ કિલો વજનનું એમ.એસ.સ્ટીલ કિંમત રૃપિયા ૨૪,૮૦૦ નું ચોરી ગઇ હતી.

જ્યારે અન્ય એક બનાવમાં મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલી મલ્ટિકટ મશીન ટૂલ્સ નામની કંપનીમાંથી ચોર ગત તા.૨૯મી ની રાતે લોખંડની ૨૮૦ કિલો વજનની પ્લેટ કિંમત રૃપિયા ૧૯,૬૦૦ ની  ચોરી ગયા હતા. 


Google NewsGoogle News